ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં કચરો નાખવા જતા પોલીસકર્મી અને સ્થાનિક વચ્ચે બોલાચાલી

મહેસાણાના લખવાડી ભાગોળ વિસ્તારમાં આવેલા રહીશો કચરો બહાર નાખવા જતા કચરાની થેલી પોલીસ કર્મચારી પર પડી હતી. જેને લઇને પોલીસ અને સ્થાનિક વચ્ચે બોલાચાલી સર્જઈ હતી.

Policeman
Policeman

By

Published : May 3, 2020, 5:02 PM IST

મહેસાણાઃ શહેરમાં લખવાડી ભાગોળ વિસ્તરમાં આવેલા રાણવાસના રહીશે બેરીકેટેટની બહાર કચરો નાખ્યો હતો. જે કચરાની થેલી પોલીસ કર્મી પર પડી હતી. જેને લઈ પોલીસ કર્મી અને સ્થાનિક વચ્ચે સામન્ય બોલાચાલી સર્જાઈ હતી.

કચરો નાખવા જતા પોલીસકર્મી અને સ્થાનિક વચ્ચે બબાલ

જોકે બાદમાં મામલો ભટકીને સફાઈ કામદારોના પગાર મામલો ઉચકતા સ્થાનિક મહિલાઓ દોડી આવી હતી. આર્થિક સંકળામણની બોલાચાલી શરૂ થઇ હતી. ઘટના સ્થળ પર પરિસ્થિતિ વણસે તે પહેલાં વધુ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે સ્થાનિક આગેવાન અને પોલીસ અધિકારીઓ વચ્ચેની વાતચીતથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો ત્યારે આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઇ નથી.

ABOUT THE AUTHOR

...view details