ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા ખાતે ખેડૂત આંદોલન પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પત્રકાર પરિષદ યોજાઈ

મહેસાણા જિલ્લા ખાતે સર્કિટ હાઉસમાં હાજરી આપતા કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કૃષિ કાયદામાં સુધારા મામલે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાની બાબતો રજૂ કરી હતી અને ભાજપ પર કટાક્ષ કર્યા હતા. પોતે ખેડૂત નથી પરંતુ ખેડૂત સાથે લાગણી જોડાયેલી હોવાની વાત રજૂ કરતા કૃષિ કાયદામાં સુધારાને કાળા કાયદા ગણાવ્યો હતો.

મહેસાણા ખાતે ખેડૂત આંદોલન પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પત્રકાર પરિષદ યોજાઈ
મહેસાણા ખાતે ખેડૂત આંદોલન પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પત્રકાર પરિષદ યોજાઈ

By

Published : Dec 22, 2020, 4:51 PM IST

  • મહેસાણા ખાતે ખેડૂત આંદોલન પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પત્રકાર પરિષદ યોજાઈ
  • ખેડૂત આંદોલન, દૂધ સાગર ડેરી, માસ્ક કાર્યવાહી અને ONGC લાઈનમાં અકસ્માત મામલે કોંગ્રેસના સવાલ
  • ખેડૂતોને સમર્થન આપવા અમિત ચાવડાનું નિવેદન
  • ડેરી સહકાર ક્ષેત્ર હોય ત્યા રાજકારણ ન થાય તે જરૂરીઃ અમિત ચાવડા

મહેસાણાઃ જિલ્લા ખાતે સર્કિટ હાઉસમાં હાજરી આપતા કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કૃષિ કાયદામાં સુધારા મામલે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાની બાબતો રજૂ કરી હતી અને ભાજપ પર કટાક્ષ કર્યા હતા. પોતે ખેડૂત નથી પરંતુ ખેડૂત સાથે લાગણી જોડાયેલી હોવાની વાત રજૂ કરતા કૃષિ કાયદામાં સુધારાને કાળા કાયદા ગણાવ્યો હતો. ખેડૂત અને ખેતી મજબૂર બન્યું છે. જ્યારે કોંગ્રેસે ખેત મજૂરોને ખેડૂત બનાવ્યા હતા પરંતુ ભાજપના કારણે ફરી એકવાર ખેડૂત ખેત મજૂર બની રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દેશમાં 86 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. જય જવાન જય કિસાનના નારા પર ખેડૂતને સન્માન મળવું જોઈએ. ભાજપને કારણે મર જવાન મર કિસાન જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે.

મહેસાણા ખાતે ખેડૂત આંદોલન પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પત્રકાર પરિષદ યોજાઈ

સરકાર સામે સવાલો

ગુજરાતના ખેડૂતોની માસિક આવક 3500 રૂપિયા જેટલી થાય છે. તે સામે ગુજરાતના ખેડૂતોનું માથા દીઠ દેવું લગભગ 28000 જેટલું છે. આ સંજોગોમાં ખેડૂતો આર્થિક પાયમાલી વેઠી રહ્યા છે. ભાજપના કારણે ગામડા વિનાશ તરફ જઈ રહ્યા છે. કોર્પોરેટ અને કોન્ટ્રાકટ ફાર્મિંગથી કંપનીઓનો કબ્જો થશે. APMC અને મંડીઓની વ્યવસ્થા ખતમ થશે. MSP પણ છીનવાઈ જશે દિલ્લીમાં ખેડૂતો ધરણા પર બેઠા છે, ગુજરાતના ખેડૂતો સમર્થનમાં જાય ત્યાં પોલીસ રોકે છે, સુપ્રીમ કોર્ટ કહ્યું કે, અધિકાર છે. છતાં આ અધિકાર છીનવાઈ રહ્યો છે. ખેડૂત સમર્થનમાં સૌ કોઈએ જોડાવવું જોઈએ, ગુજરાત સરકારે 2008 થી 2014 સુધી કૃષિ ઉત્પાદનનપર 5 ટકા વેરા વસુલાત કરી છે. તો કુલ 30,000 કરોડ કરતા વધારે રુઓઈય સરકારે ઉઘરાવ્યાં છે. જેવી માહિતી આપી સરકાર સામે સવાલો છેઠ્યા હતા.

કલોલમાં બનેલ ONGC લાઇન અકસ્માતમાં બે લોકોના મોત મામલે ભ્રષ્ટાચાર જવાબદાર : અમિત ચાવડા

કલોલ ખાતે જે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ONGCની ગેસ લાઈનમાં વિસ્ફોટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જે મામલે તંત્રમાં ભ્રષ્ટાચાર આચરી સ્થળ સ્થિતિ જોયા વિના જ બાંધકામ મંજૂરીઓ આપવામાં આવી હોય તેવી ઘટના બની રહી છે સાથે જ કોવિડ હોસ્પિટલોમાં અગ લાગવાના બનાવ પણ સામે આવી રહ્યા છે. જેમાં પણ બેદરકારી હોવાની વાત સ્પષ્ટ કરાઈ છે.

ડેરી ચૂંટણી મામલે સરકારી મશીનરી અને માણસોનો ઉપયોગ ન થવો જોઈએ

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં સરકારી મશીનરી અને માણસોનો ઉપયોગ કરાતો હોવા મામલે અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા સાથે જ સહકાર ક્ષેત્ર હોય ત્યાં રાજકારણ ન થવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

માસ્કનો દંડ ઉઘરાવવા ટાર્ગેટ આપતો હોવા મામલે અમિત ચાવડાનું નિવેદન

સરકાર હેલ્મેટ ડ્રાઇવ કે માસ્ક ડ્રાઇવના નામે પ્રજાને પડ્યા પર પાટુ મારી રહી છે. જેમાં પોલીસ તંત્રનો ખોટો ઉપયોગ કરી પોલીસને ટાર્ગેટ આપી પ્રજા પાસેથી માસ્કના નામે પૈસા પડાવવામાં આવતા હોવાની બાબતને અયોગ્ય ગણાવી છે.

ABOUT THE AUTHOR

...view details