- રાહદારીને કચડી ટ્રકચાલક વાહન મૂકી ફરાર થયો
- કડી પોલીસે તપાસ હાથ ધરી
- કડી થોળ રોડ પર ટ્રકચાલકે રાહદારીને ટક્કર મારી કચડી દેતાં મોત
મહેસાણા:જિલ્લાના કડી પંથકમાં દર્શન કરવા મંદિરે જઈ રહેલા રાહદારીને પાછળથી આવતા ટ્રકચાલકે ટક્કર મારતાં ટ્રક નીચે કચડાઈ જતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અકસ્માત સર્જનારા ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઈ ચૂક્યો હતો.
આ પણ વાંચો: અકસ્માત કાર ચગદાઇ જતાં ત્રણ લોકોનું ઘટના સ્થળે જ થયું મોત
અકસ્માત સર્જી ફરાર થયેલો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ
કડી થોળ રોડ પર માર્ગ અકસ્માતમાં રાહદારીનું મોત થયાનો મેસેજ મળતા કડી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ કરતા ટ્રકની ટક્કરે લોહીલુહાણ હાલતમાં નીચે પડેલા યુવકનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું, તો ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ઇન્વેસ્ટ ભરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત મામલે મૃતકના ભાઈની ફરિયાદ લઈ ટ્રકચાલક સામે બેદકારી દાખવી વાહન ચલાવી અકસ્માત સર્જી તે અકસ્માતથી રાહદારીનું મોત થયા મામલે કાયદેસરની કરુવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરામાં ઘરઆંગણે રમતા દોઢ વર્ષના માસુમ પર બોલેરો વાન ચઢી જતા મોત