ગુજરાત

gujarat

ETV Bharat / state

બેચરાજીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું - Becharji found dead newborn baby

રાજ્ય અને દેશમાં આગવી ઓળખ ધરાવતા મહેસાણા જિલ્લામાં તાજેતરમાં કડી મહેસાણા બાદ બેચરાજી ખાતે નવજાત શિશુને ત્યજીદેવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જાહેરમાં કોઈ એ નવજાત શિશુને ખાડામાં ફેંકી દીધું હતું, જેને લોકોએ જોતા તંત્રની મદદ લઇ તપાસ કરવામાં આવી હતી. ત્યારે મળી આવેલો બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું.

મહેસાણાના બેચરાજીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું
મહેસાણાના બેચરાજીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું

By

Published : Jan 10, 2021, 7:20 PM IST

  • બેચરાજીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું
  • શિશુનો જન્મ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં થયો હોવાનું સામે આવ્યું
  • માનસિક અસ્થિત મહિલા પર દુષ્કર્મ બાદ મૃત શિશુ જન્મયું હોવાના પ્રાથમિકઅહેવાલ

મહેસાણાઃ જિલ્લામાં બેચરાજી ખાતે નવજાત મૃત શિશુ મળી આવ્યો હતો. આ મૃત શિશુ મામલે મળતી પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં એક અસ્થિર મગજની મહિલાને સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે સારવાર ન મળતા લાવવામાં આવી હતી, જ્યાં મહિલાની પ્રસુતિ કરાવતા મૃત હાલતમાં બાળકનો જન્મ થયો હતો, જે બાદ મહિલાએ પોતે જ માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે બાળકને ખાડામાં ફેંકી દીધું હતું.

મહિલા માનસિક બીમાર હોઈ તેને કોઈ નરાધમે હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી

સ્થાનિક સૂત્રોની માહિતી પ્રમાણે જે મૃત હાલતમાં શિશુ મળી આવ્યું હતું, તેની માતાની પ્રસુતિ નજીકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી, જે બાદ આ બાળકને તે મહિલા અસ્થિર હોઈ ખાડામાં ફેંકી જતી રહી છે. તો પ્રસૂતા મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળી હોવાને પગલે તેને ખાનગી હોસ્પિટલ લેવાઈ હતી. જે મહિલા છે તે માનસિક બીમાર હોઈ તેને કોઈ નરાધમે હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી હતી અને મહિલા અને બાળક આ ગંભીર પ્રકારની શરમજનક ઘટનાનો ભોગ બન્યાં છે.

સમાજમાં આ પ્રકારની ઘટનાઓ માનવતાને શર્મસાર કરી રહી છે!

મહેસાણા જિલ્લામાં કડી , મહેસાણા અને બેચરાજીમાં નવજાત શિશુને ત્યજી દેવાની ઘટના સામે આવી છે, ત્યારે બેચારજીમાં એક મહિલા પર કુકર્મ અને ત્યારબાદ પ્રસુતિ માટે સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળવી અને ખાનગી હોસ્પિટલમાં મૃત બાળકનો જન્મ બાદમાં તે મૃત બાળકને જાહેરમાં ત્યજી દેવામાં આવ્યું હોવાની ઘટના આજે ક્યાંકને ક્યાંક સમાજ માટે કલંકિત ઘટના સાબિત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details