ગુજરાત

gujarat

ETV Bharat / state

કટોસણ ગામે ગળું કાપી યુવકની હત્યા કરાઈ - કટોસણ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામે 20 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાં પ્રથમ દ્રષ્ટિએ પોલીસ અને સ્થાનિકોએ મૃતદેહને જોતા જ તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાની જાણકારી સામે આવી હતી. જેને લઈને પોલીસે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મોત અંગેના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

Mehsana news
Mehsana news

By

Published : Mar 28, 2021, 2:17 PM IST

  • કટોસણ ગામે પ્રેમપ્રકરણની આશંકા વચ્ચે ગળું કાપી યુવકની હત્યા કરાઈ
  • વિરસોડા રોડ પર ખુલ્લા મેદાનમાં મૃતદેહ મળ્યો
  • પોલીસે ગામના જ બે શખ્સો સામે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી
  • કટોસણમાં યુવકની કરપીણ હત્યા, હત્યારાઓએ ગળું કાપી ઢીમ ઢાળી દીધું

મહેસાણા : જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામે 20 વર્ષીય અજીતસિંહ ઝાલા નામના યુવાનનો મૃતદેહ વિરસોડા તરફ જતા રોડ પર એક મેદાનમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં પ્રથમ દ્રષ્ટિએ પોલીસ અને સ્થાનિકોએ મૃતદેહને જોતા જ તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાની જાણકારી સામે આવી હતી. જેને લઈ પોલીસે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મોત અંગેના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

મૃતક યુવક

આ પણ વાંચો :સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા

મૃતકના ભાઈએ ગામના જ બે શખ્સો સામે હત્યા અને લૂંટની નોંધાવી ફરિયાદ

કટોસણમાં બનેલી હત્યાની ઘટના બાદ મૃતકના ભાઈએ સાંથલ પોલિસ મથકે તેના યુવાન ભાઈની હત્યા કરાઈ હોવાની રજૂઆત કરતા તેના જ ગામના બે શખ્સો અજયસિંહ ઝાલા અને મહાવીરસિંહ ઝાલા સામે હત્યા અને તેના ભાઈનો મોબાઈલ લૂંટી જવા સાથે પુત્વ આયોજિત કાવતરું ઘડાયું હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મળતી માહિતી મુજબ બન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.

આ પણ વાંચો :આણંદ જિલ્લાના માથાભારે શખ્સની સુરતમાં હત્યા

પોલીસે શકમંદોને ઝડપી પૂછપરછ હાથ ધરી

કટોસણમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે કેટલાક શકમંદોને કોમ્બિનગ કરી ઉઠાવી લઈને તેમની પૂછપરછ હાથ ધરી છે. જોકે આ ગામમાં ગુનાહિત કૃત્યો આચરનારા અનેક શખ્સો ખુલ્લેઆમ ફરતા હોવાનો શૂર પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. જેથી હત્યાના આ બનાવમાં પોલીસ ખરા હત્યારાઓ સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું..!

ABOUT THE AUTHOR

...view details