- મહેસાણા જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
- બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
- “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન થકી ગ્રામજનોના પ્રબળ જનવિશ્વાસ થકી ગામનો કોરોના મુક્ત બનાવીએ
મહેસાણાઃ જિલ્લો “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનું નેતૃત્વ લે તેવો અનુરોધ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉચ્ચ અધિકારીઓને કર્યો હતો.તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓમાં કોવિડ સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમણ પડકારરૂપ મહામારીને પરાસ્ત કરીએ.
આ પણ વાંચોઃ ખેડામાં કોરોનાની પરિસ્થિતિને લઈ ગૃહપ્રધાને બેઠક યોજી
મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિગમ અન્વયે બેઠક યોજાઇ
મહેસાણા જિલ્લા સરકીટ હાઉસ ખાતે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અન્વયે યોજાયેલી બેઠકમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શરૂ કરેલા આ અભિયાન થકી ગામડાઓને કોરોના મુક્ત બનાવાવ આપણે પહેલ કરવાની છે. તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાએ આ અભિયાનની આગેવાની લીધી છે. મહેસાણા જિલ્લામાં 611 ગામડાઓમાં 613 જેટલા કોવિડ સેન્ટરોમાં 2,990 બેડ ઉભા કરવામાં આવ્યા છે.
જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં 153 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં પ્લસ ઓક્સોમીટર, થર્મલ ગન, માસ્ક અને સેનિટાઇઝર, મેડીસીનમાં એજીથ્રોમાઇસીન 59,000,ફેમોટીડીન 2,50,000,વીટામીન સી 1,42,000, ઝીન્ક 3,67,500, લીવોસેટ્રીજીન 4,35,000 અને પેરાસીટામોલ 4,7,000નો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત દરેક કોવિડ કેર સેન્ટરને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર સાથે રેફરલ હોસ્પિટલ સાથે લીન્કેજ કરવામાં આવેલું છે. આ સાથે જ દરેક સેન્ટર ખાતે મેડિકલ સ્ટાફ દ્વારા ઓછામાં ઓછું એક વખત મેડિકલ ચેકઅપ અને જરૂર જણાય તો 108ની રેફરલ સેવા પણ આપવામાં આવે છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું કે, દરેક સીસીસી સેન્ટર પર દવાની 10 કીટ અને આશાદીઠ 05 કીટ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં 59 ડેડીકેટેડ ધનવંતરી રથ દ્વારા ખાસ સુવિધા આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ બારડોલીમાં ઉચ્ચ અધિકારીઓને બહાર બેસાડી આરોગ્ય પ્રધાને પક્ષના નેતાઓ સાથે મિટિંગ યોજી