મહેસાણા: રવિવારે ઇન્ડિયન મેડિકલ એસોશિએશન, વિસનગર APMC અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી રન ફોર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ગુજરાત પોલીસની થીમ પર કરવામાં આવ્યું હતું.
વિસનગરમાં પોલીસને પ્રોત્સાહન આપવા માટે મેરેથોન યોજાઇ
24 કલાક નોકરી કરનારી પોલીસના સમ્માન માટે વિસનગરમાં મેરેથોન યોજવામાં આવી હતી. જેના થકી નાગરિકોની સુરક્ષા કરનારી પોલીસને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં યુવા, યુવતી અને વૃદ્ધ સહિતના વિવિધ કેટેગરીના વિજેતાને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
ગુજરાત પોલીસ 24 કલાક નોકરી કરીને ગુજરાતની જનતાની સુરક્ષા કરતી હોય છે, ત્યારે ગુજરાત પોલીસ માટે અને પોલીસના દરેક કર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે વિસનગરમાં 'રન ફોર ગુજરાત પોલીસ' અંતર્ગત મેરેથોન દોડ યોજવામાં આવી હતી. જેનું આયોજન વિસનગર APMC, AMA વિસનગર, એસ.કે.યુનિવર્સિટી અને રનર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા પોલીસ કર્મીઓ સહિત હજારોની સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો હતો. આ મેરેથોન 5 કિ.મીની રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સતત બીજા વર્ષે આ વિસનગરમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.