- સતલાસણા પંથકમાં ભૂકંપના આંચકા
- ધરોઈ નજીક 1.6ની તીવ્રતાથી ધરા ધ્રુજી
- ભૂકંપ માપક કેન્દ્રથી 17 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું
- જમીનમાં 10 કિમી અંદર ભૂકંપનું ઉદ્ભવ સ્થાન રહ્યું
- જમીનના દબાણને પગલે ભૂકંપ સર્જાયાનું અનુમાન
મહેસાણાના ધરોઈ નજીક 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો - ધરોઈ
મહેસાણામાં ધરોઈ નજીકની ધરતી 1.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધ્રુજી ઊઠી હતી. આ ભૂકંપનું એપી સેન્ટર ધરોઈથી 17 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું. સતલાસણા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા જોવા મળી હતી.
મહેસાણાઃ ધરોઈથી 17 કિમી દૂર દાંતાના ખારી ગામમાં 1.6નો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. સતલાસણા તાલુકાના ધરોઈ ગામ નજીક શુક્રવારે બપોરે 1 કલાક 26 મિનિટે 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ધરોઈ ગામથી 17 કિલોમીટર દૂર દાંતા તાલુકાના ખારી ગામની હદમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં જમીન સ્તરથી 10 કિલોમીટર અંદર આ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જમીનની અંદર ફ્રેક્ચર ઝોનમાં થયેલી હિલચાલના કારણે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. મહત્ત્વનું છે કે, આ પંથકમાં અનારનવાર ભૂકંપના સામાન્ય આંચકા નોંધાઈ રહ્યા છે.