ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લાના સતલાસણા નજીક 1.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો - earthquake was recorded near Satlasana

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ધરોઈ વિસ્તાર નજીક અનેકવાર ભૂકંપ અનુભવાયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે, ધરોઈ ભૂકંપ માપક કેન્દ્રથી 6 કિલોમીટર દૂર સતલાસણા નજીક 1.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સાવચેતીના પગલારૂપે લોકો બહાર નીકળી ગયા હતા.

મહેસાણા જિલ્લાના સતલાસણા નજીક 1.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
મહેસાણા જિલ્લાના સતલાસણા નજીક 1.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

By

Published : Aug 14, 2020, 4:46 PM IST

મહેસાણા: રાજ્ય સહિત જિલ્લામાં ચોમાસાની ઋતુમાં મેઘ મહેર યથાવત રહી છે. જેને કારણે જમીનના પેટાળમાં કેટલાક અંશે દબાણ સર્જતું હોય છે. જેને પગલે શુક્રવારના રોજ બપોરના 1:05 કલાકે સતલાસણા નજીક 1.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ધરોઈ ભૂકંપ માપક કેન્દ્રથી 6 કિલોમીટર દૂર આવેલા સતલાસણા નજીક જમીનના પેટાણમાં માત્ર 400 મીટરના અંતરે ભૂકંપનું ઉદ્ભવ સ્થાન નોંધાયું છે. ચાલુ વર્ષે ધરોઈ વિસ્તાર નજીક અનેકવાર ભૂકંપ અનુભવાયાની ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ 1.3ની તીવ્રતાનો આંચકો આવતા વધુ એકવાર ધરા ધ્રુજી હતી.

ABOUT THE AUTHOR

...view details