ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણપત યુનિવર્સિટી ખાતે હેકથોનનું આયોજન કરાયું

વિદ્યાર્થીઓ દ્વારા નવાભારત નિર્માણમાં ગુજરાત સ્માર્ટ બને તે માટે ગણપત યુનિવર્સિટી ખાતે હેકથોનનું આયોજન કરાયું હતું. જેમાં એક્સપર્ટ્સ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીની સાથે સાયબર અવેરનેશ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે રહેલી અસુવિધાઓના સમાધાન પર સંશોધન કરતા વિવિધ પ્રોજેક્ટો રજૂ કરાયા હતા.

By

Published : Feb 27, 2020, 8:43 PM IST

Updated : Feb 27, 2020, 10:32 PM IST

A hackathon was organized at Ganapat University
A hackathon was organized at Ganapat University

મહેસાણાઃ ગુજરાત સરકારના સહયોગથી ગણપત યુનિવર્સિટી ખાતે સ્માર્ટ ગુજરાત ફોર હેકથોનનું આયોજન કરાયું છે. જેમાં 1111 વિદ્યાર્થીઓની 203 ટીમો બનાવી ઇન્ડસ્ટ્રીઝ સહિતના ક્ષેત્રમાં રહેલી અડચણોના નિરાકરણ માટે 83 જેટલા વિવિધ પ્રોજેક્ટ બનાવાયા હતા.

ગણપત યુનિવર્સિટી ખાતે હેકથોનનું આયોજન કરાયું

વિદ્યાર્થીઓ દ્વારા 36 કલાકની સમય મર્યાદામાં વિવિધ પ્રોજેકટ નિર્માણ કરવામાં આવ્યા છે. જેમાં શ્રેષ્ઠ પ્રોજેકટ બનાવનારા સ્પર્ધકોને સન્માનિત કરાશે. આ સાથે IIM બેંગ્લોરના એક્સપર્ટ નાગારાજ પ્રકાશમ દ્વારા પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સાયબર અવરનેશની માહિતી આપી સ્માર્ટ બનવા અને રાષ્ટ્રને સ્માર્ટ અને સિક્યુર સાથે સુવિધાયુક્ત બનવવા સૂચનો કરાયા હતા.

ડિજિટલાઈઝેશન અને સ્માર્ટ બનતી દુનિયામાં વિદ્યાર્થીઓ અને યુવાઓ આગળ વધે અને ગેમિંગ કે અન્ય વ્યર્થ પ્રવૃતિઓ છોડી સ્માર્ટ રાષ્ટ્રના નિર્માણમાં આગળ વધે તેવી અપીલ કરાઈ છે.

Last Updated : Feb 27, 2020, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details