મહેસાણા: કોરોનાની મહામારીમાં મહેસાણા જિલ્લામાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વધુ એક મહિલાનું મોત નિપજ્યુ છે. જે પૈકી એક 50 વર્ષીય મહિલાનો આજે રિપોર્ટ આવ્યો તે પહેલા જ ગતરોજ સાંજે અવસાન થયું છે. જ્યારે 80 પૈકી 50 દર્દીઓ સાજા થઈ પરત ફર્યા છે.
મહેસાણા જિલ્લામાં વધુ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા
મહેસાણાના 2, કડીના, 3, બેચારજીના 2, જોટાણા, મેઉ, વડોસણ, નંદાસણ, નદાસા અને અમદાવાદના એક-એક કેસ પોઝિટિવ આવ્યા
તમામ 13 દર્દીઓના 19 મેના રોજ લેવાયા હતા સેમ્પલ
કડીના 3 પૈકી 1 તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો
જિલ્લામાં વધુ એક મહિલા દર્દીનું મોત નીપજ્યું
50 વર્ષયી મહિલાના મૃત્યુ બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
જિલ્લામાં કુલ મૃત્યુ આંક 4 થયો
હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ કુલ 31 કેસ એક્ટિવ
વધુ 13 કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંક 80 થયો જે રિપીટ ટેસ્ટ દથે કુલ આંક 93 દર્શાવાયો છે
જ્યારે 80 પૈકી 50 દર્દીઓ સાજા થઈ પરત ફર્યા છે.
લોકડાઉન ચારમાં નાગરિકોને મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે જો કે, છૂટછાટ હવે કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાયું હોય તે રીતે આજે મહેસાણામાં 19 મેના દિવસે લેવાયેલા સેમ્પલના એક જ દિવસે વધુ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.