મહેસાણાઃ શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલ જનપથ હોટલ પાસેના ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુ સનગ્રહિત કરેલ ગોડાઉનમાં એકા એક રાત્રીના 3 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગ જોત જોતામાં સમગ્ર ગોડાઉનમાં પ્રસરી જતા ગોડાઉનમાં પડેલો ટીવી ફ્રીઝ, એસી સહિતનો ઇલેક્ટ્રિનિક્સ ચીજ વસ્તુઓનો સામાન ભડભડ બળીને ખાખ થઇ ગયો હતો.
નાગલપુરમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, વેપારીને લાખોનું નુકસાન - Mehsana letest news
નાગલપુર વિસ્તારમાં આવેલ જનપથ હોટલ પાસેના ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુ સનગ્રહિત કરેલ ગોડાઉનમાં એકાએક રાત્રીના 3 વાગ્યાના સુમારે આગ લાગી હતી. આ આગ જોત જોતામાં આખા ગોડાઉનમાં પ્રસરી જતા તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.
નાગલપુર વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સનાં ગોડાઉનમાં લાગી આગ
આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતા મહેસાણા ફાયર ફાઇટર ટીમને જાણ કરાતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં લાગેલી આગ બુજાવવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, આગ બેકાબૂ બની જતા એક કલાક જેટલા સમયની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.