- ખરોડ ગામે વીજ લઈને અડી જતા ઘાસચારો ભરી જતી ટ્રકમાં લાગી આગ
- સ્થાનિકોએ રાહત કામગીરી કરતા આગ કાબુમાં આવી
- આગને કારણે ઘાસચારાનો કેટલોક જથ્થો બળીને ખાખ
વિજાપુરના ખરોડ ગામે વીજ લાઈનને અડી જતા ઘાસચારો ભરી જતી ટ્રકમાં લાગી આગ - Vijapur News
મહેસાણા જિલ્લાના વિજાપુરના ખરોડ ગામે એક ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. જે વધતા નજીકના ગામ લોકોએ બચાવ કામગીરી કરી વિજાપુર ફાયર ટીમને જાણ કરી ફાયર ટીમની મદદ લઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

મહેસાણા : જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા ખરોડ ગામે અનેક ગામને જોડતો માર્ગ હોવાથી ત્યાંથી પ્રતિદિન અનેક વાહનો પરિવહન કરતા હોય છે. જોકે આજે બુધવારે ખરોડ ગામે એક ઘાસચારો ભરી જતી ટ્રકમાં ઓવરલોડ ઘાસચારો ભરેલો હોવાથી ટ્રક આ માર્ગ પરથી પસાર થતાં ઓવરલોડ ભરેલો ઘાસચારો વીજ લાઈનના સંપર્કમાં આવી જતા શોર્ટસર્કિટ થયું હતું. જેને લઈ ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હતી. જે જોતજોતામાં આગ વધુ વધતા ધુમાળાના ગોટે ગોટા ઉડ્યા હતા. તેેને જોઈ નજીકના ગામ લોકોએ બચાવ કામગીરી કરી વિજાપુર ફાયર ટીમને જાણ કરી ફાયર ટીમની મદદ લઇ આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગને લઈ ટ્રકમાં ભરેલા કેટલોક ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.