- મહેસાણાના વિજાપુરમાં યોજાયું કિસાન સંમેલન
- કેન્દ્રિય પ્રધાન પુરસોત્તમ રૂપાલા સંમેલનમાં જોડાયા
- સાંસદ જુગલજી ઠાકોર, શારદાબેન પટેલ, મહામંત્રી કે. સી. પટેલ રહ્યા ઉપસ્થિત
- મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરના ખેડૂતો પણ સંમેલનમાં આવ્યા ગુજરાતના ખેડૂતોને નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા મહેસાણામાં કિસાન સંમેલન યોજાયું
મહેસાણાઃ ગુજરાતમાં નવા કૃષિ કાયદાની સમજ આપવા માટે હવે ભાજપે મોટા મોટા નેતાઓને મેદાને ઉતાર્યા છે. આ નેતાઓ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને નવા કાયદાની સમજણ આપશે. આને લઈને મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાનું કિસાન સંમેલન યોજાયું છે. આમાં મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં આ સંમેલનમાં જોડાયા હતા. જેમાં કેન્દ્રિય કૃષિ પ્રધાન પુરષોતમ રૂપાલાએ હાજરી આપી હતી. તેમ જ સરકારના નવા કૃષિ બિલથી ખેડૂતોનું હિત થશે તેવી માહિતી પૂરી પાડી હતી.