ગુજરાત

gujarat

ETV Bharat / state

દુબઈથી ચાલતું ક્રિકેટ પરના સટ્ટાનું રેકેટ, એપ્લિકેશનથી થતી બેટીગ

મહેસાણામાંથી એપ્લિકેશન (Dubai based cricket betting) આધારે દુબઈથી ચાલતું ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું હોવાની માહિતી મળી રહી છે. મહેસાણા તિરૂપતિ ગ્રીન્સમાં LCBએ દરોડા પાડતા દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો છે. Lcbએ ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. સટ્ટોડિયાઓએ પોલીસ આવ્યાની ગંધ આવતા લેપટોપ સહિતનું સટ્ટાનું સાહિત્ય સાતમા માળેથી નીચે નાખ્યું હતું.

એપ્લિકેશન આધારે દુબઈથી ચાલતું ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું
એપ્લિકેશન આધારે દુબઈથી ચાલતું ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું

By

Published : Nov 7, 2022, 3:58 PM IST

મહેસાણાએપ્લિકેશન આધારે દુબઈથી (Dubai based cricket betting) ચાલતું ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું હોવાની માહિતી મળી રહી છે. મહેસાણા તિરૂપતિ ગ્રીન્સમાંLCBએ દરોડા પાડતા દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો છે. Lcbએ ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.

પોલીસ આવ્યાની ગંધસટ્ટોડિયાઓએ પોલીસ આવ્યાની ગંધ આવતા લેપટોપ સહિતનું સટ્ટાનું સાહિત્ય સાતમા મળેથી નીચે નાખ્યું હતું. મહેસાણા શહેરમાં આવેલ તિરૂપતિ ગ્રીન્સ ફ્લેટમાં કેટલાક ઈસમો દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની ચોક્કસ વાતની આધારે મહેસાણા એલસીબીની ટીમે દરોડા પાડી તપાસ કરતા ફ્લેટમાંથી ત્રણ જેટલા ઈસમો સટ્ટો રમવાની સામગ્રી સાથે મળી આવ્યા હતા. પોલીસના ડરથી ઝડપાયેલ ઈસમોએ લેપટોપ સહિતનો સમાન ફલેટના7માં મળેથી નીચે નાખી દઈ સાંયોગિક પુરાવા નાશ કરવા પ્રયાસ કરાયો હતો.

ડેમેજ કરેલ લેપટોપ જોકે એલસીબીની ટીમ દ્વારા 3 આરોપીઓને ડેમેજ કરેલ લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન, સ્ક્રીનશોટ, લેપટોપ બેગ સહિતના કુલ 41,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આ સટ્ટા પ્રકરણમાં દુબઈથી લિંક ચલાવનાર મૂળ ભારતીય અન્ય ત્રણ ઈસમો પણ આ સટ્ટાના રેકેટમાં સામેલ હોઈ કુલ છ ઈસમો સામે મહેસાણા એ ડીવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પકડાયેલ આરોપી
1) રાકેશ ગોવિંદ ચૌધરી, રહે. પ્રતાપગઢ, ઊંઝા
2) પ્રફુલ નરેન્દ્ર ચૌધરી, રહે. લક્ષ્મીપુરા (ભાંડુ) વિસનગર
3) સંજય ગોવિંદ ચૌધરી, રહે. પ્રતાપગઢ, ઊંઝા
ફરાર આરોપી
1) મયુર ઉર્ફે કાન્હા ઠક્કર, રહે. દુબઈ ( સટ્ટાની લાઈન ચલાવનાર)
2) મૌલિક ચૌધરી, રહે. ચિત્રોડા, વિસનગર (હાલ રહે. દુબઈ)
3) મોતી દેસાઈ, રહે. ભાભર, ( હાલ રહે. દુબઈ)

ABOUT THE AUTHOR

...view details