ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં ગાય સહિત 5 પશુઓના કતલ કરી કસાઇઓ ફરાર

વિસનગર: હિન્દૂ ધર્મમાં જ નહિ પરંતુ અનેક ધર્મમાં નિર્દોષ જીવનું રક્ષણ કરવું તેને નેક કાર્ય બતાવવામાં આવ્યું છે. કળયુગમાં માણસોએ માનવતા નેવે મૂકી હોય તેમ ઠેર ઠેર પશુઓનાં કતલ કરવામાં આવી રહ્યા છે. તંત્રના આંખ આડા કાન વચ્ચે વધુ એક નિર્દોષ જીવોનો ભોગ લેવાયો છે. વિસનગરનાં પુદગામ ગામમાં ધણા સમયથી ચાલતા ગેરકાયદેસર કસાઈ વાડાનો ગામના જાગૃત નાગરિકો દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો છે.

વિસનગરમાં પશુની ચોરી કરી કસાઈઓ દ્વારા કતલ કરવાનું કારસ્તાન

By

Published : Sep 6, 2019, 2:45 PM IST

વિસનગરના પુદગામ ગામે રાત્રીનાં 3 વાગ્યે એક ગ્રામજને ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર મકાન અને વાડો બનાવીને રહેતા કનુ દેવીપૂજકને ત્યાં કંઈક અજુગતું કૃત્ય થતું હોવાની આશંકા સેવાતા લોકોને વાતની જાણ કરી હતી. મોડી રાત્રે વિસનગર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પુદગામે થયેલી પોલીસ અને જનતા રેડમાં અંદાજે 9 જેટલા શખ્સો દ્વારા ગાયો સહિત 5 પશુઓનું કતલ કરી કસાઇઓ દ્વારા માંસના કોથળા ભરાતા હોવાની ઘટના સામે આવી છે. પરંતુ પોલીસ અને લોકોનાં ટોળાને જોતા તમામ કસાઈઓ સ્થળ છોડી ભાગી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા ઘટનાં સ્થળે 5 મૃત ગાય સહિતનાં પશુઓ કતલ કરેલી હાલતમાં મળી આવ્યા સાથે જ કસાઈઓનાં વાહનો પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. પોલીસે ગુનેગારોની શોધખોળ હાથ ધરી વેટરનરી તબીબો અને FSL ટીમની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગરમાં પશુની ચોરી કરી કસાઈઓ દ્વારા કતલ કરવાનું કારસ્તાન

પુદગામ ગામના સ્થાનિકોએ ગામની ગૌચરમાં ગેરકાયદેસર રહેતા કનું દેવીપૂજક દ્વારા પશુ ચોરી અને કતલનું ક્રૂરતાભર્યું કૃત્ય કરાયું હોવાના આક્ષેપ સાથે સમગ્ર ઘટનામાં સન્ડોવાયેલ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details