- વતનથી ફરી રહેલા મહિલા હેડ કોન્સ્ટેબલને નડ્યો અક્સ્માત
- નીલગાય વચ્ચે આવતા થયો અક્સ્માત
- પોલીસ સ્ટેશમાં શોકની લાગણી પ્રસરી
મહેસાણા: વતનથી પરત ફરી રહેલા મહિલા હેડ કોન્સટેબલને દેવરાસણા નજીક અક્સ્માત નડ્યો હતો જેમાં મહિલા હેડ કોન્સ્ટેબનનું નિધન થયું હતુ અને 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
નીલગાય વચ્ચે આવતા થયો અક્સ્માત
મહેસાણા પોલીસ માં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી કૌલાશબેન નીનામા પરિવાર સાથે ભિલોડા થી મહેસાણા આવી રહ્યા હતા ત્યાં મહેસાણા નજીક દેવરાસણ અને રામપુરા વચ્ચે રસ્તામાં એકાએક નિલગાય વચ્ચે આવી જતા કરે પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ કર્મી કૈલાશબેન સહિત 6 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં કૈલાશબેનનું અકસ્માતમાં ઘટના સ્થળે મૃત્યું થયું હતું જ્યારે અન્ય 5 લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખેસેડવામાં આવ્યા હતા.