- જય સોની નામનો શખ્સ મહેસાણા LCBના હાથે ઝડપાયો
- જય સોની દિલ્લીથી બનાવટી સોનુ લાવીને ગોલ્ડ લોન મેળવતો
- ગોલ્ડ લોનના બહાને નકલી સોનુ પધરાવી દેતા જય સોનીની ધરપકડ
મહેસાણા:સામાન્ય રીતે હાલની મોંઘવારીમાં મહેનતની કમાણી ખૂબ કપરી બની જતી ગઈ છે. ત્યા બીજી તરફ ઠગબાઝીના સિકંદરો ખૂબ સહેલાઇથી બાજી મારી જતા હોય છે. જેનો ભોગ ઘણા લોકો બની જતા હોય છે. ત્યારે સુરતના બજારમાં રહીને આર્થિક ધિરાણ લેવા માટે નકલી સોનુ પધરાવીને ICICI બેંકની વિવિધ શાખાઓ સાથે અઢી કરોડથી પણ વધારે રકમની ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચરનારા જય સોનીને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો.
આ પણ વાંચો:10 ટકા માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ત્રણ આરોપીની ધડપકડ
મહેસાણાLCBએ જય સોનીને વસઈ પોલીસ મથકને સોંપ્યો