- લાગણજ હાઈવે પર સર્જાયો અક્સ્માત
- અક્સ્માતમાં 4 વર્ષની બાળકિનું મૃત્યું
- પોલીસે આ અંગે તપાસ હાથ ધરી
મહેસાણા : લાગણજ હાઈવેથી પરપ્રાતિય મજુરોનુ પરિવાર વતન તરફ જતુ હતુ. રસ્તામાં વિસામો લેતા પરિવારની 4 વર્ષની દિકરી સાથે અક્સ્માત થયો હતો અને તેનુ મૃત્યું થયું હતુ. પોલીસે આ અંગે તાપસ હાથ ધરી હતી.
ટેન્કરની ટકકરે 4 વર્ષની બાળકીનું મોત
મહેસાણાના લાગણજ ગામે આવેલી ફેકટરીમાં પરપ્રાંતીય મજૂરી કામ કરતો પરિવાર વતનમાં જવા સબંધીઓ સાથે ભેગો થયો હતો. વચ્ચે ન્હાવા માટે 4 વર્ષની ભત્રીજીને લઈ માસા નજીકમાં આવેલી ફેકટરીમાં ગયા હતા. ત્યાં માસા સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભત્રીજી રમતા રમતા રસ્તા પર પહોંચી ગઈ હતી અને રસ્તા પર એક ટેન્કર ચાલક બેદરકારીભર્યું વાહન ચલાવી ટેન્કર પાછળ તરફ રિવર્સ લેતા રસ્તા પર રમતી ચાર વર્ષની બાળકીને ટકરાયું હતું.