ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાની 22 વર્ષીય યુવતીએ Cancer Patients ને મદદરૂપ થવા કરાવ્યું મુંડન

કેન્સરગ્રસ્તોની (Cancer Patients ) સારવાર દરમિયાન માથાના વાળ જતાં રહેતાં હોય છે. જેને લઇને ઘણીવાર તેઓ ક્ષોભશરમ અનુભવતાં હોય છે. તેવા શરમસંકોચને દૂર કરવા માટે મહેસાણાની 22 વર્ષની એક યુવતી તિથિએ પોતાના વાળ કઢાવી નાંખી અમદાવાદમાં મુંડન કરાવ્યું હતું. તિથિ પોતાના વાળ કેન્સરગ્રસ્તો માટે વિગ બનાવતી સંસ્થાને મોકલી આપશે.

મહેસાણાની 22 વર્ષીય યુવતીએ Cancer Patients ને મદદરૂપ થવા કરાવ્યું મુંડન
મહેસાણાની 22 વર્ષીય યુવતીએ Cancer Patients ને મદદરૂપ થવા કરાવ્યું મુંડન

By

Published : Jul 31, 2021, 4:03 PM IST

  • મહેસાણાની તિથિ પ્રજાપતિએ કેન્સરગ્રસ્તોને મદદરૂપ થવા કરાવ્યું મુંડન
  • તિથિએ કેન્સરગ્રસ્ત લોકોની શરમ કે સંકોચ દૂર કરવા પોતે કરાવ્યું અમદાવાદમાં મુંડન
  • રાજ્યમાં 600થી વધુ અને ભારતભરમાં 1500થી વધુ સ્ત્રીઓએ આ હેતુથી મુંડન કરાવ્યું
  • વિસનગરની સંસ્થા સોશિયલ મીડિયા અને રૂબરૂ સંપર્કથી થઈ રહી છે મદદરૂપ

મહેસાણાઃમાથાના વાળ એ સ્ત્રીની પહેલી સુંદરતાનું પ્રતીક હોય છે અને કોઈ સ્ત્રી માટે તેના માથાના વાળ એ પ્યારું અંગ હોય છે. સમાજમાં કેન્સરગ્રસ્ત ( Cancer Patients ) લોકો પોતાની સારવારને કારણે વાળ ગુમાવતા હોય છે અને તેઓ જાહેરમાં ફરતા શરમ કે સંકોચ અનુભવતા હોય છે. આ પરિસ્થિતિ મહિલાઓ માટે ખૂબ કઠિન સાબિત થતી હોય છે. જોકે વર્ષ 2015થી વિસનગરમાં શરૂ થયેલ એક સંસ્થાના સંચાલક તૃપલભાઈ પટેલે પોતે સામજિક સેવા કાર્યથી પ્રેરાઈ સોશિયલ મીડિયામાં બાલ્ડ બ્યૂટી વર્લ્ડ ( Bald Beauty World ) નામથી પ્રચાર પ્રસાર શરૂ કરતાં રાજ્યમાં 600 થી વધારે અને ભારતમાં 1500થી વધારે સ્ત્રીઓએ પોતાની ઈચ્છાથી કેન્સરગ્રસ્તોને મદદરૂપ થવા પોતાના વાળનું દાન કર્યું છે

મુંડન કરાવ્યાં બાદ જાહેરમાં ખુલ્લાં માથે ફરશે
કેન્સરગ્રસ્તોની ( Cancer Patients ) મદદ માટે વાળનું દાન કરનાર મહેસાણાની 22 વર્ષીય શિક્ષિત યુવતી તિથિ પ્રજાપતિએ અમદાવાદ ખાતે જઈને સલૂનમાં પોતાના વાળ કપાવી મુંડન કરાવ્યું છે. તિથિ દ્વારા પોતાના વાળ આગામી દિવસમાં બોમ્બેની એક મદદ નામની સંસ્થાને મોકલવામાં અવનાર છે, જે સંસ્થા વાળનું દાન સ્વીકારી તે વાળની વિગ બનાવડાવીને કેન્સરગ્રસ્તોમાં જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક વિતરણ કરે છે. તિથિ પોતે મુંડન કરાવ્યા બાદ સમાજમાં ખુલ્લા માથે ફરશે જેથી જે લોકોને કેન્સર કે કોઈ અન્ય સમસ્યામાં માથાના વાળ નથી તે લોકો માટે પણ તે શરમ કે સંકોચ દૂર કરવાની પ્રેરણા પુરી પાડશે.

તિથિ પોતાના વાળ કેન્સરગ્રસ્તો માટે વિગ બનાવતી સંસ્થાને મોકલી આપશે
તિથિ પ્રજાપતિએ કહ્યું કે ...સમાજમાં કેન્સરગ્રસ્તોની ( Cancer Patients ) મદદ અને તેમને શરમ સંકોચ દૂર કરવા પોતે વાળ કપાવી મુંડન કરાવ્યું છે. પરિવારમાં ફોરેસ્ટ અધિકારી પિતા અને શિક્ષિકા માતાએ પણ મને સંમતિ આપી છે, મેં તૃપલભાઈનો સંપર્ક કરી યોગ્ય ખાત્રી કર્યા બાદ મારા વાળ ખરેખર કોઈની મદદમાં આવે માટે મુંડન કરાવ્યું છે. વાળ હાલમાં ભીના હોઈ સુકાઈ જતાં ત્રણ દિવસ બાદ બોમ્બે ખાતે આવેલી મદદ ચેરિટી ટ્રસ્ટને કુરિયર કરીશ. હાલમાં મારા મુંડનને જોઈ ઘણાં લોકોના જુદા જુદા સંવાદને હાવભાવ જોવા મળી રહ્યાં છે. જેમાં મોટાભાગે પોઝિટિવ છે. જ્યારે બે કે ત્રણ લોકોના નેગેટિવ સંવાદ સામે મારા મમ્મીએ જ તેમને વાત કરી સમજાવ્યું છે હું અન્ય લોકોને પણ કહું છું કે તમે પણ આ કરી શકો છો. વાળ તો નવા આવી જશે, પણ એકવાર વાળનું દાન કરશો તો કોઈકને મદદ મળશે. મારા મુંડનથી મને સમાજમાં કે જાહેર જીવનમાં કોઈ શરમ કે સંકોચ નથી. હું આ જ સંજોગોમાં નજીકમાં આવનાર સારા ખોટા પ્રસંગમાં હાજરી આપીશ.તૃપલભાઈ દ્વારા વાળનું દાન કરવાનું કેવી રીતે શરુ થયુંવિસનગર ખાતે રહેતા તૃપલભાઈ પાટણમાં શોખ માટે મુંડન કરાવેલી એક વિદ્યાર્થિનીને મળતાં તેને તે વાળને કચરામાં ફેંકયાનું જાણ્યું હતું. જેથી તેઓએ વાળના ઉપયોગ વિશે સંશોધન કરી કેન્સરગ્રસ્તોની ( Cancer Patients ) વિગ બનાવવા ઉપયોગ થતો હોવાનું જાણ્યું. તેથી પોતે એજ્યુકેશન ઓફ સોશિયલ એન્ડ રિસર્ચ સેન્ટર નામની સંસ્થા થકી મહિલાઓના વાળ કટિંગ બાદ વેસ્ટ ન જાય અને કેન્સરગ્રસ્તો માટે કામ લાગે તેવો પ્રયાસ કરી બાલ્ડ બ્યૂટી વર્લ્ડ ( Bald Beauty World ) નામે પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. તૃપલ પટેલ પોતે હેર ડોનેટ કરનાર સ્ત્રીઓને સલૂન અને કુરિયર ચાર્જ પણ પૂરો પાડે છે. આમ કચરામાં જતાં વાળનો સારા કામમાં ઉપયોગ થાય માટે તેઓ પ્રયત્નશીલ રહે છે તૃપલભાઈના જણાવ્યા અનુસાર મોટાભાગની સ્ત્રીઓ હવે મદદરૂપ થવા અથવા શોખ માટે વાળ કપાવી મુંડન કરાવે છે. પરંતુ હાલમાં વાળનો બિઝનેસ પણ થતો હોઈ વાળનું દાન કરવા ઇચ્છતાં લોકોએ સતર્ક રહી ખાત્રી કરી પોતાના વાળનું દાન કરવું જોઈએ. આ પણ વાંચોઃ મહેસાણાના બેચારજીમાં મોબાઈલ ચાર્જમાં ભરાવીને વાત કરતા મોબાઈલ ફાટતા કિશોરીનું મોત

ABOUT THE AUTHOR

...view details