મહેસાણામાં માતાનું પરાક્રમઃ 14 દિવસની બાળકીને ટ્રેનમાં ત્યજી દીધી, પછી ગુમ થયાની ફરીયાદ નોંધાવવા પહોંચી - abandoned
મહેસાણાઃ પ્રેમજાળની ચૂંગાલમાં ફસાયેલી મહિલાએ 14 દિવસની બાળકીને ત્યજી દીધાં બાદ ગુમ થયાની ફરિયાદ નોંધાવા પહોંચી હતી, જ્યાં પોલીસે તેની શંકાના આધારે જ અટકાયત કરી છે.
વિસનગરના બાકરપુર ગામના યુવક સાથે લગ્ન કરનારી યુવતીએ 14 દિવસની માસુમને ત્યજી દીધી હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ પોતાના પાપને છુપાવવા પોતાની જ કુખે જન્મ લેનારી બાળકીને પાટણ ડેમુ ટ્રેનમાં મૂકી દીધી હતી. બાદમાં તેને અચાનક મમતા જાગતા તે પોતાની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા વિસનગર પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેના પાપનો ઘડો ફૂટી ગયો હતો અને ચોંકવાનારી વિગતો સામે આવી હતી. જેમાં યુવતીએ પોતાના પતિ સાથે મળી પૂર્વ પ્રેમી સાથેના શારીરિક સંબંધોથી જન્મેલી પુત્રીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના કારણે પોલીસે યુવતી અને તેના પતિની અટકાયત કરી છે.