મહેસાણાઃ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં સગીર અને બાળ આયુ ધરાવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીઓને રાખવામાં આવતા હોય છે, જ્યાં તેમની પર સગીર હોવાના નાતે કોઈ દુર્વ્યવહાર કરવામાં નથી આવતો છતાં આ બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી તાજેતરમાં વહેલી સવારે નાસ્તો આપવા પહોંચેલા ગૃહપતિ અને 2 સિક્યુરિટી ગાર્ડને 9 જેટલા બાળ આરોપીઓએ હુમલો કરી મારા માર્યા બાદ બંધક બનાવી ઓબ્ઝર્વેશન હોમની લોખંડની જાળી નીચેના ભાગે તાળું ન માર્યું હોઈ જાળીને પહોળી કરી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
મહેસાણામાં બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 9 બાળકો ફરાર - Mehsana latest news
મહેસાણા ખાતે આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી બાળ આરોપીઓ ફરાર થયા હોવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ગૃહપતિ અને 2 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી હત્યા લૂંટ ચોરી અને દુષ્કર્મના ગુન્હામાં કાયદાના સંઘર્ષમાં સંડોવાયેલ 9 જેટલા બાળ આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં.
સમગ્ર ઘટનાની જાણ ઓબ્ઝર્વેશન હોમના અધ્યક્ષ અને મહેસાણા બી.ડિવિઝન પોલીસને કરાતા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી નજીકના પરિવહન સ્થળો પર ફરાર બાળ આરોપીઓની માહિતી આપી શોધખોળ આરંભી છે. મહત્વનું છે કે, આ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં પહેલા પણ 3 વાર બાળ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હોવાની ઘટના સાથે બે બાળ આરોપીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાઓ સામે આવેલી છે, છતાં અહીં આ હોમમાં સુરક્ષા માટે કોઈ સ્ટાફનો વધારો કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, ત્યારે આ 9 બાળ આરોપી ફરાર થતા ઓબ્ઝર્વેશન હોમની બેદરકારી ક્ષતિ થઈ રહી છે.