- મહેસાણામાંથી 1000 અને 500ની 86 લાખની જૂની ચલણી નોટો મળી
- જૂની ચલણી નોટો સામે નવી નોટો આપવાનું કૌભાંડ સામે આવ્યું
- નોટબંધીના ચાર વર્ષ બાદ જૂની નોટ મળી
મહેસાણા : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો આધારે આતંકી પ્રવૃત્તિઓ અને ગેરકાનૂની રીતે ભારતીય ચલણના ઉપયોગ સાથે ભ્રષ્ટાચારને નાથવા 1000 અને 500ની ચલણી નોટો પર 4 વર્ષ પહેલાં વર્ષ 2016માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે બાદ જૂની નોટો સામે આધાર પુરાવા સાથે ભારતીય નાગરિકોને નવી ચલણી નોટો આપવામાં આવી હતી. જોકે મહેસાણામાં હજુ પણ લાખોની જૂની ચલણી બજારમાં હોઈ ગેરકાનૂની રીતે તેની અદલાબદલીનું સેટિંગ કરવામાં આવતું હોવાની માહિતી મહેસાણા જિલ્લા પોલીસને મળતા પોલિસે બાતમી આધારે 500 અને 1000ની જૂની ચલણી નોટોના 86 લાખ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસે ડમી ગ્રાહક મોકલી ઓપરેશન પાર પાડ્યું