ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના કર્મચારીઓ CM રાહત ફંડમાં 8 લાખનો ફાળો આપશે - CM Relief Fund

વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા કર્મચારીઓનો એક દિવસનો 8 લાખ જેટલો પગાર રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો છે. સંસ્થાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીની સારવાર સહિતની કિટો તૈયાર કરવામાં આવી છે.

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ 8 લાખ ફંડ સાથે હોસ્પિટલની સેવાઓ નિઃશુલ્ક
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ 8 લાખ ફંડ સાથે હોસ્પિટલની સેવાઓ નિઃશુલ્ક

By

Published : Mar 27, 2020, 8:17 AM IST

મહેસાણા: શૈક્ષણિક નગરી વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા કોરોના વાઈરસની મહામારી વચ્ચે સરકાર થકી લોકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડ માટે 8 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ સંસ્થાની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દર્દીઓ માટે ફ્રી ચેકઅપ અને સારવાર કરવામાં આવી રહી છે. કોરોના ચેપગ્રસ્ત જો કોઈ દર્દી આવે તો તેની સારવાર માટે ખાસ કિટો તૈયાર કરવામાં આવી છે. જેમાં તબીબો અને દર્દીઓના ખાસ એપ્રોન સાથે મેડિસિન અને ડોઝ સામેલ છે.

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ 8 લાખ ફંડ સાથે હોસ્પિટલની સેવાઓ નિઃશુલ્ક
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા કોરોના વાઈરસની વૈશ્વિક માહામારી વચ્ચે કેન્દ્ર અને રાજ્યના હિતમાં નિર્ણય કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અપીલને આવકારી મુખ્યમંત્રી રાહત ફંડ માટે પોતાની સંસ્થા સાથે સંકળાયેલા 800 જેટલા કર્મચારીઓનો એક દિવસનો પગાર સ્વૈચ્છીક રીતે કર્મચારીઓની ઈચ્છા મુજબ મુખ્યમંત્રી રાહત ફંડ માટે આપવાનો નિર્ણય કર્યો છે. આ સંસ્થા દ્વારા કુલ 8 લાખ જેટલી રકમ એકત્ર કરી મુખ્યમંત્રી રાહત ફંડ માટે મોકલવામાં આવી છે.

મહેસાણા કલેકટરના માર્ગદર્શન હેઠળ સંસ્થાની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ કે, ઇફેકટેડ કેશના દર્દીઓ માટે બે જુદા જુદા વોર્ડ સાથે સારવારની ખાસ કિટો તૈયાર રાખવામાં આવી છે. સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા વાઈરસની મહામારી વચ્ચે સરકારને આર્થિક અને નાગરિકોને આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડવામાં મહત્વનો સહયોગ આપવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ માટે opdની નિઃશુલ્ક વ્યવસ્થા અને દર્દીઓ વચ્ચે અંતર રહે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details