ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરહાજર 79 GRD જવાનો ફરજ મોકૂફ કરાયા - જિલ્લા પંચાયત

28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જેની માટેની મત ગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ દરમિયાન મહેસાણામાં 79 GRD જવાનો ગેરહાજર રહેતા તેમને ફરજમાંથી મોકૂફ કરવામાં આવ્યો છે.

મહેસાણા
મહેસાણા

By

Published : Mar 16, 2021, 3:25 PM IST

  • મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરહાજર 79 GRD જવાનો ફરજ મોકૂફ કરાયા
  • વિસનગરના 17, સતલાસણાના 11 અને મહેસાણાના 10 સસ્પેન્ડ GRD જવાન
  • જિલ્લા પોલીસ વડાના આદેશથી લેવાયો નિર્ણય

મહેસાણા : જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે નગરપાલિકા મળી ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તમામ પોલીસ કર્મીઓ સાથે GRD જવાનોને ફરજ પર તૈનાત રહેવા જિલ્લા પોલીસ વડાએ ખાસ આદેશ આપ્યો હતો. જો કે આ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર હાજર ન રહેનારા વિવિધ પોલીસ સ્ટેશનના કુલ 79 GRD જવાનોને બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજ મોકૂફ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરહાજર 79 GRD જવાનો ફરજ મોકૂફ કરાયા

આ પણ વાંચો -મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત

GRD જવાનો ગેરહાજર રહેતા લેવાયો નિર્ણય

ચૂંટણી ફરજ મામલે GRD જવાનોને સસ્પેન્ડ કરવાના નિર્ણયમાં DSP દ્વારા 79 જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જેમાં વિસનગરમાંથી 17, સતલાસણામાંથી 11 અને મહેસાણામાંથી 11 GRD જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો -મહેસાણામાં આસોડા ગામના જશમલનાથ મંદિરે શિવરાત્રીની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details