- વિસનગરમાંથી 75.88 લાખ રૂપિયાના દારૂનો નાશ કરાયો
- એક વર્ષમાં 29.63 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો હતો
- શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં દારૂને છૂટ આપવા ભાર મૂકી રહ્યા છે
મેહસાણા :છેલ્લા એક વર્ષમાં વિસનગર શહેર અને તાલુકા પોલીસે 75.88 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ખાનગી રીતે વેચાયેલા દારૂનો આંક ક્યાંય નોંધતો નથી. ત્યારે લાખો કરોડોના દારૂનો વેપાર માત્ર એક તાલુકામાં થઈ રહ્યો છે. જોકે, પોલીસના હાથે ઝડપાયેલા દારૂનો જથ્થો સમયાંતરે નાશ કરવાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગ રુપે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં 1-1-2020થી 31-12-2020 દરમિયાન વિદેશી દારૂના 25 કેસોમાં રૂપિયા 29,63,012ની 7460 બોટલો તેમજ જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં 15 કેસોમાં રૂપિયા 46,25,162ની 16,332 બોટલો કબજે લેવાઇ હતી. એક વર્ષના સમયગાળામાં જપ્ત કરાયેલો દારૂનો આ મુદ્દામાલ પુદગામની સીમમાં લઇ જઇ DYSP એ.બી. વાણંદ, પ્રાંત અધિકારી સી.સી.પટેલ, શહેર PI રાઠવા, તાલુકા ઇન્ચાર્જ PI ટી.બી.વાળા, નશાબંધી આબકારી વિભાગના અધિક્ષકની ઉપસ્થિતિમાં તેની ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.