- GPERI કોલેજમાં 72મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
- GPERIનું સંચાલન લીધા બાદ પહેલીવાર GTU દ્વારા મહેસાણામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી
- વિદેશી વિદ્યાર્થીઓ પણ બન્યા રાષ્ટ્રીય પર્વના સાક્ષી
- મહેસાણા ખાતે GTU દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ
મહેસાણા: જિલ્લામાં ગુજરાત પાવર એન્જીનયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ઉનજના ધારાસભ્યએ વિશેષ હાજરી આપી ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ છલકાવતા વિવિધ સાંસ્કૃતિક અને રાષ્ટ્ર સન્માનમાં કાર્યક્રમોની રજુઆત કરી હતી અને વિવિધ ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરનાર પ્રોફેસર અને સ્ટુડન્ટ સહિતના વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં GTUમાં અભ્યાસ કરતા વિદેશી વિધાયર્થીઓએ ધ્વજવંદન કરી ભારતના રાષ્ટ્રીય પર્વના સાક્ષી બન્યા હતા.