- સેવાભાવી વ્યક્તિ દ્વારા 5000 માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે
- મહામારી સમયે લોકોને રક્ષણ મળે માટે નાનકડો પ્રયાસ
- જૈન સમાજના અગ્રણી દ્વારા કરાયું સેવા કાર્ય
મહેસાણા : જિલ્લામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસની બીમારીને લઈ પણ વધુ એક મહામારી આવી પડી છે, ત્યારે આ ગંભીર બીમારીઓ સામે સાવચેતી એજ પહેલું રક્ષણ માની શનિવારના રોજ વિનસગર શહેરના લોકોમાં જાગૃતિ લાવવા જૈન સમાજના સેવાભાવી વ્યક્તિ નિમેષ તાવડા દ્વારા સ્વખર્ચે 5,000 નંગ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિસનગર જૈન સમાજ દ્વારા નિઃશુલ્ક 5,000 માસ્કનું વિતરણ કરાયું આ પણ વાંચો -વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી અને સરકારી તબીબો સાથે કાર્ય કરી દર્દીઓનો જીવ બચાવ્યો
જાહેર સ્થળે બેનર્સ લગાવીને જાગૃત કરવાનો પ્રયાસ
વિસનગર શહેરના જાહેર સ્થળે ઉભા રહીને માસ્ક ન પહેરનારા લોકોમાં માસ્કનું વિતરણ કરીને માસ્ક પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સેવાભાવી વ્યક્તિ દ્વારા નાગરિકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા માટે જાહેર સ્થળે બેનર્સ લગાવીને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આ સાથે કોરોના રસી લઈ સુરક્ષિત બનવા માટે પણ નિમેષ તાવડા દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો -વિસનગરમાં સિવિલ હોસ્પિટલને 12,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ મળશે