ગુજરાત

gujarat

ETV Bharat / state

સતલાસણા નજીક આંબાઘાટ પર લકઝરી પલટી, 45 ઘાયલ, 1નું મોત - લકઝરી બસ

મહેસાણાઃ જિલ્લાની બોર્ડર પર આવેલા સતલાસણા નજીક આંબાઘાટાના ઢાળમાં એક ટુર બસનો ગંભીર અકસ્માત થયો છે. જેમાં 55 મુસાફર પૈકી 45 સિનિયર સીટીઝન પેસેન્જરને ગંભીર ઈજા થઈ છે. એક મુસાફરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

સતલાસણા નજીક આંબાઘાટ પર લકઝરી પલટી, 45 ઘાયલ, 1નું મોત

By

Published : Aug 24, 2019, 5:06 PM IST

જિલ્લાના રામોસણા ગામેથી એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લકઝરી બસ ધાર્મિક યાત્રા માટે નીકળી હતી. શુક્રવારની રાત્રે અંબાજીથી મહેસાણા પરત ફરતી વખતે આંબાઘાટાના ઢાળ પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 55 મુસાફરો પૈકી 45 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. એક 1નું સારવાર દરમિયાન મોત થયું હતું.

સતલાસણા નજીક આંબાઘાટ પર લકઝરી પલટી, 45 ઘાયલ, 1નું મોત

ઈજાગ્રસ્તોને સતલાસણા અને દાંતા સહિતની 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડાયા હતાં. 20થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ છે. માટે હાજર તબીબોએ મહેસાણાથી સારવાર લેવા માટે સલાહ આપી છે.

ABOUT THE AUTHOR

...view details