- મહેસાણા કડી કેનાલમાં સ્નાન કરવા ગયેલા 4 યુવકો ડૂબ્યા
- નાની કડીના યુવકનું કેનાલના પાણીમાં ડૂબી જતાં 1નું મોત, 3નો બચાવ
- પોલીસે યુવકના મોત મામલે કાર્યવાહી હાથ ધરી
મહેસાણા : જિલ્લાના કડી તાલુકામાં હોળીના દિવસે કડીના 4 યુવાનો હોળી રમ્યા બાદ ગામ પાસે આવેલી કેનાલમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. જેમાં 4 યુવાનો સ્નાન કરવા પડ્યા હતા, જેમાંથી એક યુવાનનું કેનાલમાં ડૂબવાથી મોત થયું છે. જ્યારે 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -કડીના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
યુવકના મોત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
કડી તાલુકામાં લોકો ધુળેટીની ઉજવણી ઉત્સાહથી કરી રહ્યા હતા, ત્યારે શહેરમાં આવેલા નવા પરા વિસ્તારમાં રહેતા ચાર જેટલા યુવાનો હોળી રમ્યા બાદ કડી પાસે આવેલી આદુદરા ગામ પાસેની કેનાલમાં સ્નાન કરવા પડ્યા હતા. જેમાંથી 4માંથી રોહિત નામના યુવાનનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જે ઘટનાની જાણ થતાં પોલીસે તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢીને કડી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટન માટે મોકલી આપી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -ભરૂચ: નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા, એકનો બચાવ