મહેસાણા : જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા હાલમાં કોરોના અસરગ્રસ્તોનો આંક 38 થવા પામ્યો છે. મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં મોટાભાગના કેસ પરપ્રાંત કે અન્ય જિલ્લામાંથી આવેલા લોકોના લીધે પોઝિટિવ આવ્યા છે. મહેસાણા જિલ્લામાં આરોગ્યકર્મીઓ પણ સલામત ન હોવાની હકીકત સાથે આરોગ્યકર્મીઓ સાથે તેમનો પરિવાર પણ કોરોના વાઇરસના સંક્રમણમાં સપડાયો છે.
મહેસાણામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ, કુલ 38 કેસ થયા - mehsana covid-19 update
મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જ્યાં નઘરોળ તંત્રની બેદરકારીથી ન માત્ર જનતા, પરંતુ આરોગ્યકર્મીઓ અને તેમના પરિવારને કોરોનાની અસર વર્તાઈ છે. ત્યારે છઠિયારડા ગામે એક જ પરિવારના 6 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
મહેસાણામાં કોરનાની વૃદ્ધિ થતાં વધુ 6 પોઝિટિવ કેસ સાથે કુલ 38 કેસ થયા
આજે કુલ 28 દર્દીઓના સેમ્પલ પૈકી 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 35 વર્ષીય એક મહિલા અને 5 પુરુષ દર્દીઓ સહિત 6 લોકો કોરોના અસરગ્રસ્ત માલુમ પડ્યા છે. જેમને મહેસાણા ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે મહેસાણા જિલ્લામાં પણ કોરોના વાઇરસનો ખતરો દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જેને પગલે તંત્રએ અને જનતાએ સજાગ બનવું આવશ્યક છે.