મહેસાણામાં ગઠિયા બેફામ બન્યા, ટ્રક ડ્રાઇવરનું ખિસ્સુ કાપી 38 હજાર સેરવી ગયા
મહેસાણા શહેર આમ તો વ્યવસાયકારો અને પરિશ્રમ કરતા લોકોનું શહેર છે. જોકે અહીં પરિશ્રમની સાથે કેટલાક લે ભાગી નબીરાઓ પણ રસ્તે બેફામ રખડતા હોય છે. ત્યારે મહેસાણામાં અજાણી રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
મહેસાણા: મહેસાણા શહેર આમ તો વ્યવસાયકારો અને પરિશ્રમ કરતા લોકોનું શહેર છે. જોકે અહીં પરિશ્રમની સાથે કેટલાક લે ભાગી નબીરાઓ પણ રસ્તે બેફામ રખડતા હોય છે. ત્યારે મહેસાણામાં અજાણી રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિદ્ધપુરના એક આધેડ પોતાની ટ્રક ચલાવી દિવસ દરમિયાન કરેલી કમાણીનો હિસ્સો લઈ મહેસાણા નગલપુર થી રાધનપુર ચાર રસ્તા તરફ જવા એક અજાણી રિક્ષામાં બેઠા હતાં. જે રિક્ષામાં અગાઉથી બેઠેલા ત્રણ જેટલા શખ્સોએ તકનો લાભ લઇ આધેડના ખિસ્સામાં ચેકો મારી 38 હજાર જેટલી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતાં. જોકે આધેડ પોતાના ઘરે પહોંચતા રિક્ષામાં ધક્કામુકી કરનાર શકશો ગઠિયા હોવાનું જાણ થતાં મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે માત્ર તેમની અરજી આધારે cvtv ફૂટેજ ચકાસણી કરી તપાસ હાથ ધરી છે.
મહેસાણા બી.ડિવિઝન પોલીસ લૂંટ અને તફડંચી સહિતની ઘટના અંગે ફરિયાદ કેમ નથી નોંધતી..?
મહત્વનું છે કે, આજે મહેસાણા શહેરના સામન્ય નાગરિકો સાથે દિન દહાડે લૂંટ અને તફડંચી જેવી ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે જાહેરમાં ફરતા લોકોના માથે મોટું જોખમ વર્તાઈ રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં એક યુવકને હથિયાર બતાવી મોબાઈલની લૂંટ અને ટ્રક ડ્રાઇવર સાથે બનેલી આ બન્ને ઘટનામાં પોલીસ ફરિયાદીની રજૂઆત માત્ર અરજીને આધારે સાંભળી તપાસ કરી રહી છે. જોકે આ પ્રકારની ઘટનામાં પોલીસ બેદકારી દાખવશે તો ચોક્કસથી ગુનેગારો માટે મહેસાણા મોકાનું સ્થાન બની રહેશે. ત્યારે મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને તે અતિ આવશ્યક બન્યું છે.