ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં દારૂની પરમિટ ધરાવનાર 360 લોકો પૈકી 3 વિદેશીઓનો પણ સમાવેશ - મહેસાણા નશાબંધી વિભાગ

મહેસાણા (Mahesana)માં 40થી વધુ વયના કુલ 360 જેટલા લોકો આરોગ્ય સંબંધિત બાબતે સરકારી તબીબનું સર્ટી મેળવી દારૂના સેવન માટે પરમિટ (Permit For Alcohol Consumption) લઈને બેઠા હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં કેટલી કેટેગરીમાં, કેટલો દારૂ વેચવામાં આવ્યો તેને લઇને અધિકારીએ મૌન ધારણ કર્યું.

મહેસાણા જિલ્લામાં 360 લોકો સર્ટિફાઇડ દારૂ પીનારા
મહેસાણા જિલ્લામાં 360 લોકો સર્ટિફાઇડ દારૂ પીનારા

By

Published : Oct 3, 2021, 3:37 PM IST

  • મહેસાણા જિલ્લામાં 360 લોકો સર્ટિફાઇડ દારૂ પીનારા
  • દારૂના બંધાણી 3 વિદેશીઓને પણ પરમિટ
  • જિલ્લામાં કેટલી કેટેગરી પ્રમાણે કેટલાને કેટલો દારૂ વેચાયો તે મામલે અધિકારીનું મૌન

મહેસાણા: ગુજરાતમાં આમતો કહેવાતી દારૂબંધી છે, પરંતુ ગેરકાયદેસર રીતે અનેક જગ્યાએ દારૂનું વેચાણ અને સેવન થાય છે. રાજ્યમાં છાશવારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. તો મહેસાણા જિલ્લામાં પણ રોજે લાખો રૂપિયાના દારૂનું ખાનગી રીતે કોઈ જ પરમિટ (Permit for Drinking Alcohol) વિના જ લોકો સેવન (Alcohol Consumption And Sale In Mehsana) કરી રહ્યા છે. લાખો રૂપિયાનો દારૂ પણ મહેસાણા જિલ્લામાંથી અનેકવાર પોલીસ ઝડપી ચૂકી છે.

360 લોકોને દારૂના સેવન માટે પરમિટ

ગાંધીના ગુજરાતની દારૂ બંધીની ગાથા વચ્ચે મહેસાણા જિલ્લામાં આવેલા નશાબંધી વિભાગની મુલાકાત કરતા જિલ્લામાં 40થી વધુ વયના કુલ 360 જેટલા લોકો આરોગ્ય સંબંધિત બાબતે સરકારી તબીબનું સર્ટી મેળવી દારૂના સેવન માટે પરમિટ લઈને બેઠા હોવાનું સામે આવ્યું છે. જેમાં 40 થી 50 વર્ષના લોકોને 3 વર્ષ, 50થી 65ના માટે 4 વર્ષ અને 65થી ઉપરની વયના લોકો માટે 5 વર્ષની મર્યાદામાં દારૂના સેવન માટેની પરમિટ આપવામાં આવી છે.

3 વિદેશી નાગરિકોએ દારૂના સેવનની પરમિટ માંગી

મહેસાણા જિલ્લામાં અનેક એવી ફેકટરીઓ-કંપનીઓ કાર્યરત છે જેમાં વિદેશી બાબુઓ કામકાજ અર્થે જોડાયેલા છે અને તેમના માટે દારૂનું સેવન જરૂરી હોવાના છે, તેવા લોકો પૈકીના માત્ર 3 વિદેશી નાગરિકોએ જ દારૂના સેવનની પરમિટ માંગી છે.

દારૂના વેચાણ સંબંધિત માહિતીના અનેક રહસ્ય વચ્ચે અધિકારીનું મૌન

મહેસાણા જિલ્લામાં વર્ષે અનેક લોકો સર્ટિફાઇડ થઈ દારૂના સેવન માટે પરમિટ લેતા હોય છે, જેમને અમદાવાદ હાઇવે પર આવેલા શંકુઝ ખાતેની અધિકૃત લિકર શોપમાંથી દારૂ ખરીદવાનો હોય છે. જો કે આ લિકર શોપમાંથી કેટલો દારૂ વેચાય છે અને કઈ કેટેગરીમાં કેટલા લોકોએ પરમિટ લીધેલી છે જે સંબંધિત માહિતી માટે મહેસાણા નશાબંધી અધિકારીએ મૌન સેવ્યું હતું.

આ પણ વાંચો: મહેસાણામાં હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ યુવકનું મોત થતા પોલીસ તપાસનો ધમધમાટ

આ પણ વાંચો: મહેસાણામાં એક જ દિવસમાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો, 10 તાલુકામાં અનરાધાર મેઘવર્ષા

ABOUT THE AUTHOR

...view details