મહેસાણા: સ્વભાવિક છે કે પેટ કરાવે વેઠ અને પેટિયું રડવા ભારતનો નાગરિક દેશના કોઈ પણ ખૂણે પોતાનો ધંધો રોજગાર શરૂ કરી શકે માટેની સ્વતંત્રતા રહેલી છે, ત્યારે ખાસ ઉત્તરપ્રદેશના 31 જેટલા શ્રમિકો મહેસાણા તારંગા બ્રોડ ગેજ રેલવે લાઈનું કામ કરવા ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે રહેતા હતા. જો કે, લોકડાઉન વચ્ચે તેમની સ્થિતિ મુશ્કેલીમાં મુકાયાનું બરાબર અનુભવતા વિસનગર પ્રાંત અધિકારી અને મામલતદારનો સહયોગ લઈ ઝારખંડ રાજ્યના પાકુર જિલ્લામાં જવાની પરમિશન માગી હતી. આ તકે તમામ પરપ્રાંતીયોને વતન જવાની પરમીશન મળતાની સાથે જ રવાના થયા હતાં.
વિસનગરથી 31 શ્રમિકો ઝારખંડના પાકુર જવા રવાના થયા
કોરોના વાઇરસની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં ગુજરાતમાં કામ ધંધાર્થે રહેનારા પરપ્રાંતીય લોકો પોતાના વતન જવા નીકળ્યા છે. જેમાં વિસનગરના પ્રશાસન દ્વારા રેલવેનું કામ કરતા 31 લોકોને ખાનગી લગઝરી બસમાં તેમના પ્રદેશ ઝારખંડ ખાતે મોકલવામાં આવ્યાં છે.
વિસનગરથી 31 શ્રમિકો ઝારખંડના પાકુર જવા રવાના થયા
આ તકે તમામ શ્રમિકોને વતન જતા ભોજન પાણીની વ્યવસ્થા સાથે તમામનું મેડિકલ ચેકઅપ કરી બસને સેનેટાઇઝર કરી અને ત્યારબાદ તમામને પોતાના વતન તરફ રવાના કરાયા હતાં. આ સમગ્ર વ્યવસ્થાને લઇ શ્રમિકોએ સ્થાનિક તંત્ર અને સરકારનો આભાર માની વતન જવાની ખુશી વ્યક્ત કરી હતી.