મહેસાણા: વડનગર મેડીકલ કોલેજમાંથી 26 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ 26 દર્દીઓમાંથી કોવિડ-19ના 21 દર્દીઓ અને અન્ય 5 દર્દીઓ કે જેઓ કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા હતા તેવા પાંચ દર્દીઓ મળીને કુલ 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. વડનગર ખાતે 21 દર્દીઓને બે વાર રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઇ છે. જિલ્લા વહીવટીતંત્રની દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન સારવારના અંતે આ દર્દીઓ કોરાના મુક્ત થયેલા છે.
મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ - મહેસાણા જિલ્લાના સમાચાર
મહેસાણા જિલ્લામાં રવિવારે કુલ 36 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં વડનગર કોલેજના 26 અને સાંઇક્રિષ્ણા હોસ્પિટલના 10 દર્દીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોવિડ-19ના 29 દર્દીઓ અને અન્ય જેટલા સંપર્કમાં આવેલા હોય પરંતુ રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય તેવા 7 દર્દીઓને રજા અપાઇ છે.
મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
મહેસાણા જિલ્લામાં રવિવારે 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ 46 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.