ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા 2700 મચ્છરદાનીનું નિઃશુલ્ક વિતરણ કરાયું - મુખ્યમંત્રી નીતિન પટેલ

મહેસાણાઃ રાજ્યમાં ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી રહી છે, ત્યાં રોગચાળાની ભીતિ પણ સેવાઇ રહી છે. મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા 2700 મચ્છરદાનીનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.

mehsana

By

Published : Sep 15, 2019, 2:33 PM IST

મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા પાણી જન્ય રોગોને અટકાવવા મેલેરિયા ભયગ્રસ્ત ગામોમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી 3200 મચ્છરદાની વિતરણ કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં થી 2700 ઉપરાંત મચ્છરદાનીઓ ગામડાઓમાં ઘરદીઠ આપવામાં આવી હતી.

મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા 2700 મચ્છરદાનીનું નિઃશુલ્ક વિતરણ કરાયું

રાજ્યના આરોગ્ય પ્રધાન અને મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ ફરી આરોગ્ય જાગૃતિ માટેના સેમિનાર કરવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકો , સગર્ભા માતાઓ સહિત કોઈ પણ પરિવારમાં પ્રત્યેક બે વ્યક્તિને મચ્છરદાનીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, મહેસાણાના સોનેરીપુરા ખાતે પોષણ અભિયાન, વ્યસનમુક્તિ અને મચ્છરદાની વિતરણનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ગામ લોકોને વ્યસનમુક્તિ માટે અને સુપોષણ માટે માહિતી આપી નિઃશુલ્ક મચ્છરદાની અર્પણ કરવામાં આવી હતી. સાથે જ જન આરોગ્યની જાળવણી માટે પાણી ભરી ન રાખવા, પાણી ભરાયેલ તળાવ કે ખાડામાં પોરા થતા અટકાવવા અંગે જાગૃતિ લઇ આવવા સૂચન કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details