કોપરસિટી તરીકે ઓળખાતા વિસનગર શહેરમાં વેપારીઓના એક નવા સંગઠન ‘કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન’ તરીકે જન્મ લીધો છે. આ એસોસિએશનમાં શરૂઆતમાં 56 વેપારી હતા. ત્યારબાદ વિવધ ક્ષેત્રના 68 વેપારીઓ એસોસિએશનમાં જોડાયા હતા.
આ વેપારી એસોસિએશન વિસનગર માટે નવી વાત નથી. કારણ કે, અગાઉ પણ આ પ્રકારના એસોસિએશન નિમાયા બાદ રાજકારણમાં સામેલ થઈને બદનામ થયા હતા. ત્યારે આ વખતે શહેરના પ્રબૌધ્ધ નાગરિકોએ એક મત થઈ માત્ર વેપારીઓના હીત અને રક્ષણના ધ્યેય સાથે આ મંડળની રચના કરવામાં આવી છે.
વિસનગરના ‘કોપરસિટી મર્ચન્ટ એસોસિએશને’ બ્લડ બેન્ક માટે 25 લાખનું દાન એકઠું કર્યુ આ કાર્યક્રમ અંતર્ગત સેવાભાવી તબીબ ડૉ.મિહિરભાઈ જોશીએ શહેરની બ્લડ બેન્ક આર્થિક કટોકટી અનુભવતી હોવાથી મદદની હૂંફ માંગતી હોવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારે વિસનગરના વેપરીઓ અને વિવિધ સંસ્થાઓએ ગણતરીના સમયમાં બ્લડ બેન્કના નિર્વાહન અને વિકાસ માટે 25 લાખનું માતબર દાન પૂરું પાડ્યું હતું. જેમાં રાજુભાઈ ભૂરી તરીકે ઓળખાતા વેપારીએ વિસનગર બ્લડ બેન્કની જવાબદારી સ્વીકારી આગામી દિવસમાં વિસનગર બ્લડ બેન્ક એક સ્વરૂપ આપવાનું વચન આપ્યું હતું.
આ ઉપરાંત કોપરસિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રથમ સ્નેહમિલન સમારોહમાં વિસનગરના તમામ વેપારી એસોસિએશન તેમજ જરૂરી તાત્કાલિક સેવાઓ સહિત સરકારી દફ્તરોના નામ અને સંપર્ક નંબર સાથેની ટેલિફોન ડિરેક્ટરી પ્રસિદ્ધ કરાઈ હતી.