ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા

મહેસાણામાં એક જ દિવસમાં 4 બાળકો સહિત 239 લોકો કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં આજે ગુરુવારે 1295 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાંથી 239 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 102 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી 137 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 63 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા હતા. જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1553 થઈ છે.

મહેસાણામાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા
મહેસાણામાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા

By

Published : Apr 15, 2021, 7:52 PM IST

  • એક જ દિવસમાં પ્રથમવાર 239 કેસ નોંધાયા
  • 4 બાળકો પણ કોરોના સંક્રમિત થયા
  • શહેરી વિસ્તારોમાંથી 102 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી 137 પોઝિટિવ કેસ નોંધાયા

મહેસાણાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે ગુરૂવારે એક જ દિવસમાં પ્રથમવાર 239 કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ આજે ગુરુવારે 239 કેસો નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તરોમાં બંધનું પાલન કરાવવા છતાં 102 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 137 કેસો નોંધાયા છે.

મહેસાણામાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ ત્રણ દિવસમાં મહેસાણા જિલ્લામાં 30થી વધુ કોરોના દર્દીઓના મોત, છતાં તંત્રના ચોપડામાં શુન્ય

જિલ્લામાં કુલ 1553 કેસો હાલ એક્ટિવ

જિલ્લામાં આજે ગુરુવારે 63 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. મહેસાણા જિલ્લામાં કુલ 1553 કેસો હાલ એક્ટિવ છે. આજે ગુરૂવારે વધુ 1295 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. આજે ગુરુવારે 2થી 11 વર્ષના 4 બાળકો, 14 થી17 વર્ષના 13 સગીર કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં કોરોનાનું કહેર વધી રહ્યો છે, ત્યારે હવે યુવાનો અને સિનિયર સીટિઝનની સાથે સાથે નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

મહેસાણામાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details