- મારૂતી સુઝુકી કંપનીનાં 200 ડ્રાઇવરો પગાર બોનસના પ્રશ્ને હડતાળ પર
- એક ડ્રાઈવરને મહિને રૂ.14800 પગારની જગ્યાએ માત્ર રૂ. 300 પગાર આવ્યો
- ડ્રાઇવરો પોતાના હક માટે કરી રહ્યા છે માંગ
મહેસાણાઃ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકા નજીક આવેલા હાંસલપુર ખાતે મારૂતી સુઝૂકી કંપનીનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. ગુરૂવારે તેમાં કામકરતા 200 ડ્રાઇવરો પગાર મામલે હડતાળ ઉપર ઉતર્યા હતા. જોકે મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટ દ્વારા મિસ મેનેજમેન્ટ કરવામાં આવતું હશે તો તેની તપાસ કરીને પગલા લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
પગારમાં કાપ
દર મહિને હજાર-બે હજાર કાપવામાં આવે છે. આ બાબતે મારૂતી સુઝૂકી કંપનીનો પ્લાન્ટમાં ડ્રાઇવર તરીકે એસપી ગૃપના હિતેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરું છું. કોઇ પગાર વધારો આપવામાં આવતો નથી. તેઓ સરકાર ધારા મુજબ નોકરી સમય 8 કલાકનો હોવો જોઇએ ત્યારે કંપની 10:30 કલાક કામ કરાવે છે. તેઓને માસિક વેતન રૂ.14800 આપવામાં આવે છે અને દર મહિને હજાર-બે હજાર કાપવામાં આવે છે. 14800 પગારમાંથી રૂ.12 હજાર રૂપિયા આપ્યા છે.