મહેસાણા: કોરોના મહામારીના સમયમાં સમગ્ર દેશનું અર્થતંત્ર જ્યારે ખોરવાયું છે ત્યારે નાગરિકોની આર્થિક સ્થિતિ પણ નબળી પડી રહી છે. જો કે સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી અને રાહત માટે અનેક ક્ષેત્રે આત્મનિર્ભર પેકેજની જાહેરાતો કરી લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે ત્યારે આ મહામારી સમયે પ્રજાની આર્થિક પરિસ્થિતિનો વિચાર કરીને સરકારના સૂચનો આવકારી મહેસાણા અને વિસનગર નગરપાલિકા દ્વારા કરવેરામાં રાહત આપવામાં આવી છે.
મહેસાણા-વિસનગર પાલિકા દ્વારા મિલકત ધારકોને ટેક્સમાં 20 ટકા રાહત - tax relief given to people of mehsana and visnagar
કોરોના મહામારીના સમયમાં મહેસાણા અને વિસનગર નગરપાલિકા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકત ધારકોને કરવેરામાં 10 થી 20 ટકા જેટલી રાહત આપી આર્થિક રીતે સહાય પૂરી પાડી છે.
મહેસાણા-વિસનગર પાલિકા દ્વારા મિલકત ધારકોને ટેક્સમાં 20 ટકા રાહત
પાલિકા દ્વારા કોમર્શિયલ અને રેસિડેન્શીયલ મિલકત ધારકોને કરવેરામાં 10 થી 20 ટકા જેટલી રાહત આપી આર્થિક રીતે સહાય પૂરી પાડવામાં આવી છે. મહેસાણા નગરપાલિકા દ્વારા 10 હજાર લોકોને રૂ. 77 લાખ તો વિસનગર નગરપાલિકા દ્વારા 5000 લોકોને રૂ. 25 લાખ થી વધુની રાહત આપવામાં આવી છે. આમ આ સહાયને પગલે લોકોમાં પણ ખુશીની લાગણી છે.