મહેસાણામાં મકાનની દીવાલ ધરાશાઈ, 2 ભાઈઓના મોત - Died
મહેસાણાઃ જિલ્લાના સતલાસણા ખાતે કાચા જર્જરિત મકાનની દીવાલ ધરાશાઈ થતાં 2 લોકોના દબાઇ જવાને કારણે મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે ભાટ વાસમાં રહેતા જર્જરિત મકાનની દીવાલ આકસ્મિક રીતે ધરાશાયી થતા 2 લોકોના મૃત્યું થયા હતા.
collapsing
વધુ માહિતી મુજબ, ઘટનામાં મૃત્યુ પામેલા 2 ભાઇઓ ગણપતજી ઠાકોર અને તેમના સગ્ગા ભાઈ તખાજી ઠાકોર છે. જો કે, ઘટનાની જાણ થતાં નજીકના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને ભાઈને દીવાલ નીચેથી બહાર કાઢ્યા હતા, પરંતુ દીવાલ નીચે દબાઈ જતા બંને ભાઈના મોત નિપજ્યા હતા. બંને ભાઇના એક સાથે મૃત્યુ થવાને કારણે મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે તંત્રને પણ ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.