મહેસાણાઃ જિલ્લાના કડી ખાતે થોળ રોડ પર એક ટ્રક ચાલકે દ્વિચક્રી સવાર એક મહિલા અને પુરુષને અડફેટે લેતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના પુરુષ તેમની સાથે ક્લોલના એક મહિલાને લઈ બેચરાજી જઈ પરત ફરતા હતા, ત્યાં થોળ નજીક ગફલતભરી રીતે બેફામ ટ્રક ચલાવતા ચાલકે બન્ને દ્વિચક્રી સવારોને અડફેટે લેતા નીચે પટકાયેલી મહિલા અને પુરુષ દૂર સુધી ઘસડાયા હતા અને ટ્રક તેમના પર ફરી વળતા ઘટનાસ્થળે જ બંન્નેના મોત થયા હતા.
મહેસાણામાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત - અકસ્માતમાં બેના મોત
મહેસાણામાં કડી થોળ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે દ્વિચક્રી સવાર બેના મોત થયા હતા.

Mehsana Accident
જે ઘટનામાં લોકોના ટોળા ભેગા થતા ટ્રક ડ્રાઇવરે જાતે જ પોલીસને જાણ કરતા બાવલું પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવહી હાથ ધરી હતી. જેમાં બંને મૃતકોના પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પરિજનની ફરિયાદ આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઈ હતી.