ગુજરાત

gujarat

ETV Bharat / state

કાળજુ કંપાવનારી ઘટનાઃ સંતાકૂકડી રમતા 2 બાળકો કબાટમાં ફસાયા, બન્નેના મોત - રમતા રમતા બાળકોનું મોત

વિસનગર તાલુકાના બોકરવાડા ગામે સ્લાઈડર વાળા કબાટમાંથી બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. જેમાં પોલીસે તપાસ કરતા બન્ને બાળકો સંતાકુકડી રમતા-રમતા સ્લાઈડર વાળા ફસાયા હતા અને લાંબા સમય સુધી કબાટમાં બંધ રહેવાથી બન્ને બાળકોનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું છે.

Mehsana news
સંતાકૂકડી રમતા 2 બાળકો કબાટમાં ફસાયા

By

Published : Sep 21, 2020, 9:05 PM IST

  • વિસનગરના બોકરવાડા ગામની ઘટના
  • રમત રમતા કબાટમાં સંતાયેલા 2 બાળકોના મોત
  • પગરખાં મૂકવાનો કબાટ બાળકોથી ન ખુલતા અંદર ગૂંગળામળથી મોતને ભેટ્યા
  • ઘટનમાં 09 અને 10 વર્ષીય બે બાળમિત્રોના મોત
  • વિસનગર તાલુકા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડા ગામે દિનેશભાઈ પટેલનો 10 વર્ષીય પુત્ર સોહમ અને મનીશભાઈનો 9 વર્ષીય પુત્ર હર્ષિલ બન્ને મિત્રો ભેગા મળી રમતા હતા. જો કે, ઘણા લાંબા સમય બાદ સોહન ઘરે પરત ન આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. ત્યારે શોધખોળના અંતે બન્ને બાળકો ગામના એક બંધ મકાનના બહાર પગરખાં મૂકવાના સ્લાઈડર વાળા કબાટમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

સંતાકૂકડી રમતા 2 બાળકો કબાટમાં ફસાયા

આ ઘટનાની જાણ વિસનગર તાલુકા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું. ત્યારબાદ બન્ને બાળકોના મૃત્યુ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details