ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે 19 ફોર્મ ભરાયા - મહેસાણા નગરપાલિકા

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ફોર્મ વિતરણના પ્રથમ દિવસે 4 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે કુલ 906 જેટલા ફોર્મ વિતરણ થયા હતા. જો કે, આજે મંગળવારે ફોર્મ ભરી ઉમેદવારી નોંધવાવા માટે ત્રણેય ક્ષેત્રના કુલ 19 ફોર્મ ભરાયા છે.

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે 19 ફોર્મ ભરાયા
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે 19 ફોર્મ ભરાયા

By

Published : Feb 9, 2021, 10:29 PM IST

  • 1 જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને 15 નગરપાલિકા મળી કુલ 19 ફોર્મ ભરાયા
  • જિલ્લામાં 10 પૈકી 2 તાલુકા પંચાયત અને 4 પૈકી 2 પાલિકામાં ફોર્મ ભરાયા
  • મહેસાણા જિલ્લામાં મંગળવારે કુલ 19 ફોર્મ ભરાયા, એક ફોર્મ AAP પાર્ટીમાંથી

મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ફોર્મ વિતરણના પ્રથમ દિવસે 4 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે કુલ 906 જેટલા ફોર્મ વિતરણ થયા હતા. જો કે, આજે મંગળવારે ફોર્મ ભરી ઉમેદવારી નોંધવાવા માટે ત્રણેય ક્ષેત્રના કુલ 19 ફોર્મ ભરાયા છે.

જોટાણા તાલુકા પંચાયત, કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત

ક્રમ પક્ષ સાંથલ બેઠક અલદેસણ બેઠક લિંચ બેઠક
1 ભાજપ 00 00 00
2 કોંગ્રેસ 02 01 00
3 AAP 00 00 01
4 અન્ય 00 00 00

નગરપાલિકામાં ભરાયેલાં ફોર્મ

ક્રમ પક્ષ ઊંઝા મહેસાણા
1 ભાજપ 09 00
2 કોંગ્રેસ 00 05
3 અન્ય 01 00
4 અપક્ષ 00 00

AAPના ઉમેદવારે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સૌથી પહેલા ઉમેદવારી પત્ર ભર્યું

મહેસાણા જિલ્લામાં સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે મહેસાણા જિલ્લા પંચાયત કહેવાય છે, ત્યારે સૌથી પહેલા મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજે મંગળવારે ફોર્મ ભરી શ્રીગણેશ કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details