દિવસેને દિવસે લવજેહાદના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેમાં વડનગરનો વધુ કિસ્સો ઉમેરાયો છે. વડનગરમાં એક વિધર્મી યુવકે હિન્દુ સગીરાને દોઢ વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમસંબંધ દરમિયાન યુવકે સગીરાના વીડિયો, ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લીધા હતા. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવક સગીરાને શારિરીક સંબંધ રાખવા મજબૂર કરતો હતો.
વડનગરમાં લવજેહાદ કિસ્સામાં 17 વર્ષીય સગીરા પર 7 વાર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ શહેરના 7 જુદા-જુદા ગેસ્ટ હાઉસમાં સગીરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યુ હતું. સગીરા સંબંધ બાંધવા માટે ના પાડે ત્યારે નરાધમ સગીરાને માર મારતો હતો. તેમજ સગીરા સાથે વીતાવેલી અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને યુવક સગીરાનું શારિરીક અને માનસિક શોષણ કરતો હતો.
યુવક સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરતો હતો. તેમજ તેની સાથે સંબંધ ટકાવી રાખવા માટે મજબૂર કરતો હતો. સગીરા રોજના આ માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી.આખરે તેણે આ ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી. ત્યારબાદ સગીરાએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદને ત્રણ દિવસ થઈ ગયા છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટનામાં હિન્દુ સંગઠનના લોકો પણ જોડાયા હતાં. જેમણે પોલીસને આ કેસ અંગે તપાસ કરવા જણાવ્યું હતું, પણ પોલીસના પેટનું પાણી હાલતું નથી,એટલે સંગઠનના સભ્યોએ મામલતદારને આવેદન પાઠવીને 24 કલાકમાં તપાસ કરવાનુ અલ્ટીમેટમ આપ્યું છે. જો આ કેસની યોગ્ય તપાસ નહીં થાય,તો જિલ્લામાં બંધનું એલાન કરવાની ચિમકી ઉચ્ચારી છે.