- મોઢેરાથી 15 કિલો ગાંજો ઝડપાયો
- મંદિરમાં ચાલતો હતો નશાનો કારોબાર
- પોલીસે દરોડા પાડી 1.56 લાખની કિંમતનો 15 કિલો ગાંજો ઝડપ્યો
મહેસાણાઃ જિલ્લામાં નશાની કરતૂત દિન પ્રતિદિન વધી રહી છે, ત્યાં ગાંજો હવે કોઈ જાહેર જગ્યાએ નહિ પરંતુ માતાજીના મંદિરમાં મળવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહેસાણા પોલીસને મળેલી બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બેચરાજી તાલુકાના મોઢેરા ગામે આવેલા મીઠીધારીયાલ રોડ પર આવેલા દશા માતાજીના મંદિરની ઓરડીમાં દરોડા પાડતા ઓરડીમાં બેસી ગાંજાનો વેપાર કરતા શંકર ખોડીદાસ પ્રજાપતિને પોલિસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
કુલ 1.56 લાખની કિંમતનો 15 કિલો 352 ગ્રામ ગાંજો ઝડપાયો
ઝડપાયેલા આરોપીના ઘરની તપાસ કરતા કુલ 1.56 લાખની કિંમતનો 15 કિલો 352 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તો આરોપી પાસેથી એક લોખંડનો વજન કાંટો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પૂછતાજ કરતા આ ગાંજો મોતીભાઈ નામના વ્યક્તિ અને તેના સાથે મીઠીધારીયાલ ગામના મફતલાલ પટેલ ભેગા મળી ગાંજાનો વેપાર કરતા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે 1.56 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુન્હો નોંધાયો
પોલીસે મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી શંકર પ્રજાપતિની ધરપકડ કરી સમગ્ર બનવા મામલે આરોપી મફતલાલ પટેલ અને ગાંજો સપ્લાય કરતા મોતીને ફરાર દર્શાવી તમામ 3 આરોપીઓ સામે NDPS એક્ટ 1985ની કલમ 8(c), 20(b), (c), 29 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.