મહેસાણાઃ તાલુકાના લાંગણજ પોલીસને વિજાપુરના વસઈ ગામે રોડ પરથી મહેસાણા તરફ દારૂ ભરી એક કાર પસાર થવાની બાતમી મળતા પોલીસે શંકાસ્પદ કારને ઉભી રાખવા પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસને જોઈ ચાલકે કાર પરત વાળી લીધી હતી, ત્યાં પોલીસે કારનો પીછો કરતા ધાંધુસણા પાટિયા પાસે ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી જતા ચાલક પોલીસ પકડે તે પહેલાં કાર મૂકી ફરાર થઈ ચૂક્યો હતો.
પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર મૂકી બુટલેગર ફરાર, 28 હજારનો મુદ્દામાલ જપ્ત - પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો
લાંગણજ પોલીસને વિજાપુરના વસઈ ગામે રોડ પરથી મહેસાણા તરફ દારૂ ભરી એક કાર પસાર થવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા 28 હજારની કિંમતનો 147 બોટલ દારૂ, એક મોબાઈલ મળી આવ્યો હતો. જો કે પોલીસે સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગની તપાસ હાથ ધરી છે.
લાંગણજ પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર મૂકી બુટલેગર ફરાર, 28 હજારની કિંમતનો 147 બોટલ દારૂ ઝડપાયો
પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી 28 હજારની કિંમતનો 147 બોટલ દારૂ, એક મોબાઈલ મળી આવ્યો હતો. જો કે પોલીસે સમગ્ર મામલે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની તપાસ કરતા હાલમાં દારૂ, મોબાઈલ અને કાર સહિત 3.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.