મહેસાણા: જિલ્લના ગ્રામ્ય વિસ્તારોમાં 14 મહિલાઓ કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા ડિજિટલ પેમેન્ટ ડિવાઇસની સેવાઓ પૂરી પાડી શકશે.
મહેસાણાની 14 મહિલાઓ CSC મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ ડિવાઇસ સેવા પૂરી પાડશે - Mehsana News
મહેસાણા જિલ્લના ગ્રામ્ય વિસ્તારોમાં 14 મહિલાઓ કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા ડિજિટલ પેમેન્ટ ડિવાઇસની સેવાઓ પૂરી પાડી શકશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણાની દિન દયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY NRLM) અને કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી)ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના કડી, વિજાપુર અને મહેસાણા તાલુકાની 14 સ્વસહાય જૂથની બહેનોને કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી)નું ડીજીપે-બાયોમેટ્રીક ડિવાઈસનું નિ:શુલ્ક વિતરણ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક જિલ્લા ગ્રામ્ય વિકાસના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહિલાઓને "મહિલા શક્તિ" તરીકે બિરદાવી બંને અધિકારી દ્વારા કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ડીજીપે-બાયોમેટ્રીક ડિવાઈસ દ્વારા બેન્કિંગ સેવાઓ જેવી કે પૈસાની લેવડદેવડ, વીમા પ્રીમિયમ, મોબાઈલ રિચાર્જ, પાન કાર્ડ, પાસપોર્ટ, યુટીલીટી બિલો, રેલ્વે બુકિંગ જેવી ઘણી સુવિધાઓ ઘરે બેઠા ગ્રામીણ લોકોને ઉપલબ્ધ કરાવી શકાય છે. જેથી તેનો ઉપયોગ કરી ગ્રામીણ લોકોને તેનો વધુમાં વધુ લાભ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.