મહેસાણા: ગુરૂવારે વસંત પંચમીના શુભ અવસરે મહેસાણા જિલ્લા તુરી બારોટ સમાજ દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામજિક રીત-રિવાજ અને પરંપરાર મુજબ 14 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ સાથે જ આયોજકોએ જન-જાગૃતિ માટે દરેક કન્યાને એક-એક છોડ આપી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો છે.
વિસનગરમાં તુરી બારોટ સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા - વસંત પંચમી
વિસનગરમાં તુરી બારોટ સમાજે વસંત પંચમીના પાવન પર્વ પર બીજા સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં 14 વરઘોડિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. જેથી આયોજકોએ લગ્ન જીવનમાં સુખી સંસાર પ્રાપ્ત થાય તેવા આશિષ આપ્યા હતા.
વિસનગરમાં તુરી બારોટ સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા
આ પ્રસંગે સમાજના લોકો રક્તદાન જેવા મહાદાનમાં જોડાઈને રક્ત આપે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આમ વસંત પંચમીના પાવન પર્વ પર વિસનગરને આંગણે 7000થી વધુની જનમેદની સાથે તુરી બારોટ સમાજે સામાજિક સમરસતા અને સમાજની એખલાસતા જળવાઈ રહે, તેવો પ્રયાસ કરતાં સતત બીજા સમૂહ લગ્નોત્સવની ઉજવણી કરી હતી. આ લગ્નોત્સવમાં આયોજકોએ તમામ 14 દિકરીઓને 35 જેટલી ભેટ આપીને લગ્ન જીવનમાં સુખી સંસાર પ્રાપ્ત થાય તેવા આશિષ આપ્યા હતા.