મહેસાણાઃ લોકડાઉનમાં 3 દિવસ ચાલેલી તપાસ દરમિયાન મહેસાણા જિલ્લામાં પહેલી વાર NDRF ટીમની મદદ લઈ પોલીસે કડીના નરસિંહપુરા નજીકની નર્મદા કેનાલમાંથી 20 ફૂટ જેટલા ઊંડા પાણીમાં ફેંકી દેવાયેલી 132 જેટલી દારૂની બોટલો શોધી કાઢી સમગ્ર ઘટનામાં મહત્વનો પુરાવો મેળવ્યો હતો.
કડી પોલીસે કરેલા દારૂના વેપારનો ભાંડો ફૂટ્યો, કેનાલમાંથી મળી આવી 132 બોટલ - રેન્જ આઈ.જી મયંકસિંહ ચાવડા
રાજ્યમાં લોકડાઉનની સ્થતી વચ્ચે ગેરકાનૂની હરકતો અટકાવવા રાજ્યની પોલીસ ખડેપગે રહી છે. ત્યારે, કડી વિસ્તારમાં પોલીસ મથકમાં રહેલો દારૂનો મુદ્દામાલ સગેવગે કરાયો હોવાની બાતમી મળતા રેન્જ આઈ.જી મયંકસિંહ ચાવડા દ્વારા ખાસ ટીમ બનાવી ગાંધીનગર જિલ્લા પોલિસ વડાને તપાસ સોંપવામાં આવી હતી.
આમ NDRF ટીમની મદદથી કડી પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયેલો દારૂનો મુદ્દામાલ શોધવામાં પોલીસને મોટી સફળતા મળી છે. તો રેન્જ આઈ.જી દ્વારા સમગ્ર મામલે સઘન તપાસના આદેશ બાદ તપાસ કરતા અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં કડી પોલીસ મથકના પોલીસ સ્ટાફને પણ શંકાના દાયરામાં રાખવામાં આવ્યો છે.
જેમાં કડી પોલીસ સ્ટેશનનો ચાર્જ મહેસાણા SOG PI ને સોપી ગુનામાં જવાબદાર pi દસાઈ સહિતના 7 પોલીસ કર્મીઓ અને 2 GRD જવાનો સામે IPC 120B, 409, 201, 34, 431, 65E, 81, 83, 16B મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ આ મામલે વધુ એક તપાસ સીટની રચના કરી આ મુદ્દામાલ ક્યાં ગુનાનો હતો , ક્યાંથી આવ્યો હતો અને કોને કેવી રીતે વેચાણ કે સગેવગે કર્યો હતો. અને અન્ય કેટલા આરોપીઓની આ ગુનામાં સંડોવણી છે, તે સમગ્ર ઇન્કવાયરી કરી વધુ કેટલાક પુરાવા એકત્ર કરવામાં આવશે, પોલીસ જ પોલીસ તંત્રમાં થતી ગેરરીતિને અટકાવી છે. ત્યારે પોલીસની નિષ્પક્ષ કામગીરીથી સમગ્ર રાજ્યમાં પોલીસ પ્રત્યેનું સન્માન વધુ દ્રઢ બન્યું છે અને પોલીસ કામગીરીની એક વિશેષ છબી જોવા મળી રહી છે.